________________
ગાથા ૩૮માં આત્માર્થાનાં લક્ષણો દર્શાવતાં શ્રીમદે કહ્યું કે (૧) કષાય ભૂમિકા ઉપશાંત થયા હોય, અર્થાત્ કષાયો પાતળા પડ્યા હોય, (૨) મોક્ષ સિવાય અન્ય કોઈ અભિલાષા હોય નહીં, અર્થાત્ એક શુદ્ધાત્મા પ્રગટ કરવાની જ લગની હોય, (૩) ભવ પ્રત્યે ખેદ રહ્યા કરતો હોય, અર્થાત્ વિભાવનો થાક લાગ્યો હોવાથી સંસાર, દેહ તથા ભોગ પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો હોય અને (૪) સર્વ પ્રાણી પ્રત્યે દયા વર્તતી હોય, અર્થાત્ સર્વ જીવ પ્રત્યે પ્રેમ, કરુણા, વાત્સલ્યની લાગણી ઉત્પન્ન થાય એવી કોમળતા પ્રગટી હોય એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ હોય છે; આ જ સાચા મુમુક્ષુનાં લક્ષણો છે, સત્પાત્રદશાનાં ચિહ્નો છે.
ગાથા
આવી સત્પાત્રદશા જીવ પામે નહીં ત્યાં સુધી તે શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાને અધિકારી થાય નહીં, એવું વ્યતિરેકથી કથન કરતાં હવે શ્રીમદ્ કહે છે કે
ગાથા
અર્થ
મટે. (૩૯)
Jain Education International
૩૯
-
‘દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ.' (૩૯)
જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહીં, ત્યાં સુધી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અને આત્મભ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ ન
For Private & Personal Use Only
જ્યાં સુધી જીવ ઉપર દર્શાવેલી સત્પાત્રદશાને પામે નહીં ત્યાં સુધી તેનો ભાવાર્થ વિપરીતતાનો રોગ મટે નહીં. પુણ્યના પ્રતાપે સદ્ગુરુનો સમાગમ અને સંયોગોની અનુકૂળતા તો મળી શકે છે, પરંતુ સત્પાત્રતા આવ્યા વિના અંત૨રોગ એટલે કે મિથ્યાત્વ ટળતું નથી. જ્યારે સત્પુરુષનો યોગ થાય, તેમના પરમાર્થબોધનું શ્રવણ, ગ્રહણ અને ધારણ થઈ, તેનો યથાર્થ નિર્ણય અને પ્રયોગાત્મક અભ્યાસ થાય ત્યારે તે જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યાં સુધી સત્પાત્રતા પ્રાપ્ત થઈ નથી, અર્થાત્ ક્રોધાદિ ભાવો મંદ પડ્યા નથી, એકમાત્ર મોક્ષની અભિલાષા સિવાય સર્વ અન્ય અભિલાષા નિવૃત્ત થઈ નથી, સંસાર પ્રત્યે અંતરથી વૈરાગ્ય જાગ્યો નથી તથા પ્રાણીમાત્ર ઉપર દયા પ્રગટી નથી; ત્યાં સુધી જીવને બોધ પરિણમતો નથી. ચિત્તભૂમિ કઠણ હોય તો ત્યાં બોધ પ્રવેશી શકતો નથી અને તેથી મોક્ષમાર્ગ પામી શકાતો નથી. પાત્રતાની પૂર્વભૂમિકાનું નિર્માણ થયું નહીં હોવાથી શ્રવણ, શાસ્ત્રાધ્યયન, બાહ્ય ક્રિયાઓ, વ્રત, તપાદિ સર્વ નિષ્ફળ જાય છે.
www.jainelibrary.org