________________
ગાથા-૬
૧૮૭
સાચા મોક્ષમાર્ગે જોડાવવા આ પરમાર્થગંભીર સૂત્રમાં આત્મજ્ઞાન અને આત્મક્રિયાનો સમન્વય કરવારૂપ સમ્યક્ મોક્ષમાર્ગ પ્રકાશ્યો છે; અને આ સૂત્રની તત્ત્વકલામય અદ્ભુત સૂત્રગૂંથણીથી બન્નેને એકીસાથે અભુત પરમાર્થકુશળતાથી સમ્યક્ શુદ્ધ બોધ આપ્યો છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘વૈરાગ્યાદિ સફળ તો, જો શિવ પદ ઉદ્દેશ; સદ્ગુરુ કથિત ક્રિયા વિષે, ઉદ્યમવંત વિશેષ. સદાચરણ તો તે ભલું, જો સહ આતમજ્ઞાન; જેથી ગુણ શ્રેણિ વિષે, ચઢે વધે ગુણસ્થાન. દુઃખગર્ભિત વૈરાગ્ય પણ, સદ્ગુરુ વિનય સહિત; તેમ જ આતમજ્ઞાનની, જ્યોતિ વિશેષ નિમિત્ત. વૈરાગ્યાદિ સદ્ગુણો, ચઢતાં સંયમ સ્થાન; અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન.૨
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૯ ર- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૪ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૧-૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org