________________
ગાથા-૨૨
મુમુક્ષુ જીવ આત્મકલ્યાણ અર્થે વિનયમાર્ગનો મૂળ હેતુ સમજી સદ્ગુરુની વિનયભક્તિમાં જોડાય છે, તેમની આજ્ઞાને બહુમાનપૂર્વક શિરસાવંદ્ય ગણે છે અને સ્વચ્છંદનિરોધપણે તેને આરાધે છે. સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં સહજપણે તેનું અનેકવિધ કલ્યાણ થાય છે, સ્વચ્છંદાદિ દોષો ટળતાં તેનો આત્મા પવિત્ર બને છે અને એ રીતે તેની યોગ્યતા વધતાં સદ્ગુરુ તેને આત્મબોધનું દાન દે છે. એ આત્મબોધનું વારંવાર ભાવન કરવાથી તત્ત્વવિચારની શ્રેણીએ ચઢવાનું તેને બળ મળે છે, જેના ફ્ળસ્વરૂપે આત્માનુભવની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
૪૨૫
(૨) કોઈ જીવને મુમુક્ષુની ભૂમિકામાં એટલે કે આત્મજ્ઞાન થાય તે પહેલાં, તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરવાનો પ્રસંગ આવે છે. આવા પ્રસંગે જો તે જીવ જાગૃત ન રહે તો તે સંસારપરિભ્રમણના કારણને સેવે એમ બને, કારણ કે આત્માનુભવના અભાવમાં જીવ નિજસ્વરૂપના જ્ઞાનના વિષયમાં નિઃશંક હોતો નથી. આત્મજ્ઞાન થયા પહેલાં, સાધુપર્યાયમાં હોવાના કારણે તે મુમુક્ષુ જીવ ગુરુપદે હોય તો તે શિષ્યોના વિનયાદિનો લાભ લેવાનો પ્રયત્ન કરતો નથી. તે માનની મીઠાશમાં ફસાઈ જતો નથી અને માન ન આપનાર પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, નિંદા કરતો નથી. તે પોતાનો સદ્ગુરુરૂપે પ્રચાર કરી માન મેળવવા પ્રયાસ નથી કરતો, પરંતુ પોતે સદ્ગુરુ યોગ્ય લક્ષણો ધરાવતો નથી એમ જણાવે છે. ઉપદેશકપણું વર્તતું હોવાથી અન્ય જીવો માર્ગસન્મુખ થાય એવો ઉપદેશ કરે છે, પરંતુ તેને લોકો પાસે વંદન કરાવવાની ઇચ્છા નથી હોતી. ઊલટું તે જ્ઞાની મહાત્માઓને અત્યંત ભાવથી વંદન કરે છે અને તેમની અનન્ય ભક્તિભાવે ઉપાસના કરી પોતાના આત્માને વિશુદ્ધ કરે છે. તે પોતાથી મોટા કે નાના, ગમે તે ઉંમરના હોય, છતાં જો આત્મજ્ઞાની હોય, પરમાર્થસ્વરૂપને પ્રાપ્ત થયેલા હોય તો તે ભક્તિ અને શ્રદ્ધાથી તેમને વંદન કરે છે. તે મહાત્માઓના સદ્ગુણોમાં અતિ પ્રીતિવાન હોય છે અને સદ્ગુણોની પ્રશંસા કરવામાં ઉત્સાહિત હોય છે. વિદ્યા, વિનય, વિવેક, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરે ગુણોથી યુક્ત જે કોઈ મહાત્મા દેખાય તેમના પ્રત્યે તે ઈર્ષ્યા નથી કરતો, પરંતુ તેમના ગુણો જોઈ તે પ્રસન્ન થાય છે, રાજી થાય છે, પ્રમોદભાવ રાખે છે. તે પરના રાઈમાત્ર ગુણને પણ પર્વત જેવો ગણી પ્રફુલ્લિત થાય છે. વળી, તે ક્ષણે ક્ષણે પોતાના દોષોની નિંદા કરીને તે દોષોથી મુક્ત થવા માટે પ્રબળ પ્રયત્નશીલ હોય છે. તે અહંકારથી ફુલાતો નથી, પોતાની લઘુતા બતાવે છે અને પોતાના જીવનમાં જે ખામીઓ છે, પોતામાં જે અવગુણો છે તેને જરા પણ સંકોચ રાખ્યા વિના, નિર્ભયપણે પ્રગટ કરે છે. પોતાની હીનતા પોતાના મુખે બોલવી એ કાંઈ નાની વાત નથી. તેમ છતાં તે સત્યપ્રિય મુમુક્ષુ પોતાના મુખે પોતાની હીનતા બોલે છે તથા બીજાના ગુણ ગાય છે. ગુણાનુરાગી બનવાથી પોતે ગુણી થાય છે અને પોતાના આત્માનું શ્રેય કરે છે. તે ક્યારે પણ ખોટાં આલંબનોનો આશ્રય કરી પોતાના દોષોનો
For Private & Personal Use Only
www.jainelibrary.org