________________
૪૧૫
જે જીવોએ કલ્યાણનું મુખ પણ જોયું નથી તેમને તેઓ પોતાના મિથ્યા ઉપદેશથી રંગી સંસારસમુદ્રમાં ડુબાડે છે. શ્રીમદ્ કહે છે
‘અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની, સ્વચ્છંદે કલ્પના કરી, જીવોને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી બાળાભોળા જીવો અજ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે છે. અને તેવા કર્મના બાંધેલા તે બન્ને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. આવો કુટારો જૈનમતોમાં વિશેષ થયો છે.
ગાથા-૨૧
સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાંખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.’૧
આમ, અસદ્ગુરુ વિનયમાર્ગનો લાભ લેવા જાય તો તીવ્ર મોહનીય કર્મ બંધાવાથી તેમના આત્માને મહાહાનિ થાય છે. અનેક સરળ જીવોને અવળે માર્ગે ચડાવવાથી તેઓ દુર્લભબોધિ બની ભવસાગરમાં બૂડે છે. જ્યાં પોતે જ સંસારસમુદ્ર તરવામાં સમર્થ નથી, ત્યાં અન્યને પોતાના આશ્રિત જનોને તરવામાં તેઓ કેવી રીતે સહાયક થઈ શકે? તેથી જ આ ગાથામાં શ્રીમદે પ્રગટપણે અસદ્ગુરુઓને તેમનાં આત્મકલ્યાણ અર્થે ચેતવણી આપી છે તથા ભવસાગરમાં બૂડનાર-બુડાવનારા અસદ્ગુરુનો આશ્રય ન કરવા માટે આત્માર્થી જીવોને પણ ગર્ભિતપણે ચેતવણી આપી છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે
-
‘આત્માર્થી માટે બીજી ગર્ભિત ચેતવણી એ છે કે જ્યાં ધર્મના બતાવનાર ગુરુ જ્ઞાની નથી, ત્યાં તેના આશ્રયે અવિધિએ ધર્મ કરવાથી જીવને આત્મલાભ થઈ શકતો નથી. રસાયણ ખવડાવનાર વૈદ્ય મૂર્ખ હોય, તો તે ખાવાથી વ્યાધિગ્રસ્ત જીવ નીરોગી થઈ શકતો નથી. કહ્યું પણ છે કે ‘અજ્ઞાનીના વચનથી અમૃત પણ ન પીવું, જ્યારે જ્ઞાનીના વચનથી હળાહળ ઝેર હોય તે પણ પી જવું'. ટૂંકામાં જ્ઞાનીને આશ્રયે જીવનું કલ્યાણ થાય છે, જ્યારે અજ્ઞાની પોતે ડૂબે અને બીજાને પણ ડુબાડે છે; આથી જેની પાસેથી ધર્મ પામવો હોય, તે પામ્યાની પૂરી ચોકસાઈ કરવી, સદ્ગુરુ અને અસદ્ગુરુનો ભેદ સમજવો, કારણ કે જ્ઞાની અજ્ઞાની વચ્ચે પૃથ્વી આકાશ જેટલું અંતર છે.'૨
Jain Education International
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૨ (ઉપદેશછાયા-૧૧)
૨- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૯૩-૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org