________________
૨૧
ગ્રંથસર્જન ચોકસાઈનો ખ્યાલ આવે છે. આટલી બધી ચોકસાઈ રાખવાનું એકમાત્ર કારણ એ જ હતું કે કોઈ અયોગ્ય જીવના હાથમાં જાય અને અસવાસનાના કારણે જો તે જ્ઞાનીપુરુષની નિંદા કરે કે આશાતના કરે તો તેને ખૂબ નુકસાન થાય. શ્રીમદ્ ગૃહસ્થવેષમાં હતા અને આત્મજ્ઞાનની ગૂઢ વાતો પોતાની અંતરંગ દશાના બળે જણાવતા હતા, પરંતુ તે સમજવા-સ્વીકારવા જેવી પાત્રતા સર્વ જીવોમાં ન હતી. કોઈ અપાત્ર જીવના હાથમાં આ ગ્રંથ જાય તો તે કુતર્ક કરે કે પોતે તો ત્યાગ-વૈરાગ્ય ગ્રહણ કરતા નથી અને બીજાને તેનો ઉપદેશ આપે છે.' આવા કુતર્કોના કારણે થતા આશાતના આદિ દોષોના નુકસાનથી બચાવવા શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અધિકારી વર્ગ બાબત આટલી ચોકસાઈ રાખી હતી. આમ, અનધિકારી જીવના હાથમાં આ શાસ્ત્ર ન જાય તે સંબંધી શ્રીમદ્ભી સાવચેતી પાછળ તેમની નિષ્કારણ કરુણાનું જ દર્શન થાય છે.
ગ્રંથનો અધિકારી વર્ગ ઉપર પડેલો પ્રભાવ
શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈ, શ્રી લલ્લુજી મુનિ, શ્રી અંબાલાલભાઈ અને શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરીને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના યોગ્ય અધિકારી ગણી તેની નકલ તેમને આપી હતી. તેમણે શ્રીમની આજ્ઞા અનુસાર આ શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. આ શાસ્ત્રનો તેમના ઉપર ખૂબ પ્રભાવ પડ્યો હતો અને એનાથી તેમને ખૂબ લાભ પણ થયો હતો.
(૧) શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશેષપણે વિચારવાની આજ્ઞા આપી હતી. તેના અભ્યાસથી તેમની દશા બહુ ઉચ્ચ થઈ હતી. તેનાં દર્શનસ્વાધ્યાયથી તેમનો આત્મા એટલો આનંદિત થઈ ગયો હતો કે શ્રીમદ્ ઉપરના પત્રોમાં તેની મુક્ત કંઠે સ્તુતિ કરતાં તેઓ થાકતા ન હતા. તેમણે વિ.સં. ૧૯૫૩ના કારતક સુદ ૭ ના પત્રમાં શ્રીમને લખ્યું હતું –
આત્મસિદ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનો સાર હોય તેવો જણાય છે. હું તથા ગોસળિયા નિત્ય વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ એવું રહ્યું નથી.'
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીની પોતાના ઉપર કેવી પ્રબળ અસર થઈ હતી તે વર્ણવતાં વિ.સં. ૧૯૫૩ના પોષ સુદ ૩ ના પત્રમાં તેમણે શ્રીમન્ને લખ્યું હતું –
“ગોપળીયા તથા હું હાલમાં આત્મસિદ્ધિ ગ્રંથ વાંચીએ છીએ. ઘણો આનંદ આવે છે. ગોશળીએ મુખપાઠ કરી દીધો છે. મારે પણ દોહા ૧૦૧ મુખપાઠ થયા છે. ૧- ‘સોભાગ પ્રત્યે’, પ્રસ્તાવના, પૃ.૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org