________________
૬૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે સદ્ગુરુએ ચીંધેલ સન્માર્ગનું સતત વૈર્યપૂર્વક અનુસરણ કરે છે. તે મક્કમ ચાલે
ર્વક સ્વરૂપપ્રાપ્તિ તરફ આગળ વધે છે. આમ, કોઈ પણ પ્રકારે હું મારા આત્માર્થના કાર્યથી ડગીશ નહીં, તેમાં જરા પણ શિથિલ થઈશ નહીં, આત્મા પ્રત્યેના મારા ઉત્સાહમાં હું કદી ભંગ પડવા દઈશ નહીં. મારી શક્તિને, મારા જ્ઞાનને, મારા વૈરાગ્યને, મારી શ્રદ્ધાને, મારી ભક્તિને, મારા ઉત્સાહને ..... મારા સર્વસ્વને હું મારા આત્માર્થના કાર્યમાં જોડીને જરૂર સ્વને સાધીશ જ - એવા દઢ નિશ્ચય વડે તે આત્માર્થના મહાન કાર્યને સાધવા માટે તત્પર થાય છે.
જેમ નદી અવશ્ય સાગર સુધી પહોંચી જાય છે, તેમ આત્માર્થીની સાધના અવશ્ય સફળતાને વરે છે. નદી પર્વતના શિખર ઉપર જન્મે છે અને તત્ક્ષણ સાગરને ભેટવા માટે વહેવા લાગે છે. તે સાગરને મળવાની આતુરતામાં પર્વતોમાંથી રસ્તો કાઢીને આગળ ધસે છે. પોતાના તરવરાટથી, બળથી અને પુરુષાર્થથી; પથ્થરો અને ખડકો, ખેતરો અને મેદાનોની વચ્ચેથી રસ્તો બનાવે છે. તે સતત, નિત્ય, અવિરત વહેતી જાય છે. એક ક્ષણ પણ અટકતી નથી. વળાંક ઉપર પણ થોભતી નથી. ગમે તેવા સંજોગો - અનુકૂળતા કે અંતરાય તેના માર્ગમાં આવે, તદનુસાર તે પોતાનું વહેણ બદલતી રહે છે અને આગળ વધતી રહે છે. આખરે એ સાગરને શોધી તેમાં ભળી જ જાય છે. તેવી જ રીતે આત્માથી પણ સાધનાનાં ઉચ્ચતર શિખરો તરફ સતત આગળ વધે છે. તેને અલ્પ કાળમાં અનંત ભવનો અભાવ કરવાની હોંશ ઊછળે છે. સદ્દગુરુની આજ્ઞાની અનન્ય રુચિથી તથા તેની એકનિષ્ઠ આરાધનાથી અનંત સુખમય સ્વરૂપમાં સમાઈ જવાનો પુરુષાર્થ કરે છે. આત્મસ્વભાવનું અપૂર્વ બહુમાન લાવી, ઉત્સાહથી તેની પ્રાપ્તિનો વારંવાર ઉદ્યમ કરે છે. આત્માર્થના કામમાં જરા પણ કંટાળતો નથી. સંસારમાં ગમે તે નિમિત્તની વચ્ચે રહીને પણ પોતાનું ધ્યેય ચૂકતો નથી. રુચિથી અને ધગશથી સર્વ પ્રતિબંધો અને પ્રતિકૂળતાઓ વચ્ચેથી માર્ગ કાઢીને સતત આગળ ને આગળ વધતો રહે છે. નિરંતર અંતર્મુખતાનો પુરુષાર્થ કરતો રહી, તે ઉત્તરોત્તર સોપાનોને સર કરી અંતે તે પરમ શિખરને પ્રાપ્ત કરી લે છે.
આમ, આત્માર્થીને સ્વકાર્ય માટે તાલાવેલી હોય છે, કાર્યસિદ્ધિ અંગેની ગંભીરતા હોય છે તથા કાર્ય પાછળની લગની અને ધગશ હોય છે. તેની ભાવના એવી રહે છે કે “મારું આ મહાન ધ્યેય પ્રાપ્ત કરવામાં મારે હજી ઘણું કરવાનું બાકી છે. આયુષ્ય અલ્પ છે, તેથી મારું કાર્ય શીઘ્રતાથી પૂર્ણ થાય તે માટે ત્વરાથી, સમય વેડફયા વગર, બીજે કશે પણ રોકાયા વિના મારે મારું હિત સાધી લેવું જોઈએ.' તે પોતાનો પૂરો સમય આત્માર્થમાં જ વ્યતીત કરવા ઇચ્છે છે. આમ, પૂરી શક્તિથી, સમગ્ર જોસથી, અપૂર્વ ઉલ્લાસથી તે પુરુષાર્થ કરતો હોય છે અને સાચી દિશામાં કરેલા સપુરુષાર્થનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org