________________
४७४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રાખે, તેને પરનું માહાભ્ય હોય છે, પરંતુ જિનેશ્વર પ્રભુનું જે વાસ્તવિક સ્વરૂપ છે, તે ન સમજે, જ્ઞાન-દર્શન-ચારિત્ર ત્રણે જ્યારે અભેદ સ્વરૂપે આત્મભાવે પરિણમે, તે જ જિનેશ્વરનું સ્વરૂપ છે તે ન જાણે, તેની અપૂર્વતા લક્ષમાં ન આવે અને પર પદાર્થને જિનનું સ્વરૂપ માને તેવા જીવને પણ મતાથ જાણવો એમ અહીં કહ્યું છે.'
લૌકિક માર્ગમાં પુણ્યથી મોટો તે મોટો કહેવાય, પણ મોક્ષમાર્ગમાં તો સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર ગુણો જેમનામાં હોય તેઓ જ મોટા અને પૂજ્ય છે. પુણ્યના ઠાઠ કાંઈ જીવના મોક્ષનું કારણ થતાં નથી. મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે; તેથી તે ગુણના ધારક જ વંદન કરવા યોગ્ય છે. તીર્થકરોને ચામર, છત્ર વગેરે બાહ્ય વિભૂતિ હોય છે, પરંતુ તે વિભૂતિના કારણે કાંઈ તીર્થકર વંદનીય નથી. ભગવાન તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણોના વૈભવ વડે જ વંદનીય છે. ઇન્દ્રોને ભગવાનનો અત્યંત મહિમા કરવાનું મન થતું હોવાથી સમવસરણાદિની રચના કરે છે, પણ તે વિભૂતિના કારણે ભગવાનની મહત્તા નથી. દેવતાઓ જે રચના કરે છે તેમાં ભગવાનને કિંચિતું પણ રાગ હોતો નથી, એટલે તે વિભૂતિના કારણે ભગવાનની સર્વજ્ઞતાને કે વીતરાગતા વગેરે ગુણોને કાંઈ બાધા આવતી નથી, તેથી જ અનંત ચતુષ્ટયના ધારક તીર્થકર ભગવંતો વંદનીય છે.
આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજી ‘દેવાગમ સ્તોત્ર'માં કહે છે, 'હે ભગવાન! આપ અમારી દૃષ્ટિમાં માત્ર એટલા માટે મહાન નથી કે આપના દર્શનાર્થે દેવગણ આવે છે, આપનું ગમન આકાશમાં થાય છે અને આપ ચામર, છત્ર આદિ વિભૂતિઓ વડે વિભૂષિત છો; કારણ કે આ બધું તો માયાવીઓમાં પણ જોવામાં આવે છે.
એ જ પ્રમાણે શરીરાદિ સંબંધી અંતરંગ અને બહિરંગ અતિશયો (વિશેષતાઓ) જો કે માયાવીઓમાં હોતા નથી, તેમ છતાં રાગાદિ ભાવોથી યુક્ત દેવતાઓમાં હોય છે, તેથી આ કારણે પણ આપ અમારી દષ્ટિમાં મહાન હોઈ શકો નહીં. ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૦૩ ૨- તાર્કિક ચક્રચૂડામણિ આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજી વિક્રમની બીજી શતાબ્દીમાં મહાન આચાર્ય થઈ ગયા છે. તેમણે રચેલ ‘દેવાગમ સ્તોત્ર' (આપ્તમીમાંસા) એ “શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ના મંગલાચરણના સંદર્ભમાં લખવામાં આવેલ ‘ગંધહસ્તિ મહાભાષ્ય' નું મંગલાચરણ છે. આ સ્તોત્ર ઉપર આચાર્યશ્રી વિદ્યાનન્દિજીની આઠ હજાર શ્લોકપ્રમાણ ‘અષ્ટસહસી' ટીકા છે. ‘દેવાગમ સ્તોત્ર'ની શૈલીની સ્પષ્ટતા કરતાં આચાર્યશ્રી વિદ્યાનન્દિજીએ લખ્યું છે કે જાણે કે સાક્ષાત્ ભગવાને (આપ્ત) આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીને પૂછ્યું કે “હે સમતભદ્ર! આચાર્યશ્રી ઉમાસ્વાતિજીએ મહાશાસ્ત્ર ‘શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર'નો પ્રારંભમાં મારું સ્તવન અતિશયરહિત ગુણો વડે જ કેમ કર્યું, જ્યારે કે મારામાં અનેક સાતિશય ગુણ વિદ્યમાન છે.” એના ઉત્તરમાં જાણે આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીએ આ ‘દેવાગમ સ્તોત્ર' લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org