________________
ગાથા-૨૫
૪૭૩
મહિમા અને ગુણગાન કરતાં રહીને કૃતકૃત્ય થવાના ભ્રમમાં જીવનભર રાચવું.
= સાચા દેવનાં લક્ષણો છે. વીતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશીપણું. એ વિશેષાર્થ ત્રણ લક્ષણ જેનામાં ન હોય તે અદેવ છે - કુદેવ છે. તે કોઈ પણ રીતે હિતકર્તા નથી, છતાં તેને ભમથી હિતકર્તા માની તેનું સેવન કરવું તે મિથ્યાત્વ છે. સામાન્ય જનસમૂહ ભૌતિક સુખની ઇચ્છાથી કુદેવની પૂજા-ઉપાસનાદિ કરે છે, પણ તે દેવ સ્વયં કર્મબદ્ધ હોવાથી, પગલિક ભાવોથી ઘેરાયેલો હોવાથી કોઈ પણ પ્રકારે હિતકર્તા નથી. તૃષ્ણાની આગથી તે સ્વયં દાઝેલો છે. તે લૌકિક દેવ હોવાથી તેની પૂજાથી ભક્ત બંધનમુક્ત તો થતો નથી, પરંતુ ભક્તનાં બંધન વધુ ગાઢ બને છે; અર્થાત્ આ પ્રકારની ભક્તિ ભવભ્રમણવર્ધક અને સંસારસર્જક બને છે. સર્વ પ્રકારના પૌગલિક ભાવોથી જે મુક્ત છે, વિભાવથી છૂટી જે સ્વભાવમાં સ્થિત છે અને જ્ઞાનદર્શન-ચારિત્રરૂપ મકરંદને જે નિરંતર અનુભવી રહ્યા છે તે લોકોત્તર દેવ છે. તેમની ભક્તિ કરતાં શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. તેઓ સ્વયં ભક્તિને ઇચ્છતા નથી, પરંતુ દાસત્વ ભાવે તેમની ભક્તિ કરનાર ભક્તની પ્રભુતા પ્રગટે છે, કારણ કે પ્રભુની શુદ્ધ ચેતના પ્રજ્વલિત દીપક સમાન છે અને જે કોઈ તેમની સાથે અનુસંધાન કરે છે તેનો દીપક પણ પ્રજ્વલિત થાય છે.
આવા રાગ, દ્વેષ અને અજ્ઞાનરહિત લોકોત્તર અરિહંતદેવની પ્રાપ્તિ થયા પછી પણ જો જીવ તેમનું સાચું સ્વરૂપ સમજ્યા વિના જ તેમની ઉપાસના કરે તો ઉપર્યુક્ત ફળની પ્રાપ્તિ તેને થતી નથી. અજ્ઞાની જીવ જિનેશ્વર ભગવાનનું શરીરસૌષ્ઠવ, અર્થાત્ દેહની લંબાઈ, ત્વચાનો રંગ, શરીરની કાંતિને જ પરમાત્માનું સ્વરૂપ સમજે છે તથા સમવસરણ, દેવદુંદુભિ, છત્ર, ચામર, સિંહાસન, કોડાકોડી દેવોનું આગમન ઇત્યાદિ બાહ્ય વૈભવને જ પરમાત્માનું વર્ણન સમજી તેમાં જ બુદ્ધિને રોકી રાખે છે; પરંતુ પરમાત્માનું અંતરંગ સ્વરૂપ - તેમની વીતરાગી આત્મદશા પ્રત્યે તે લક્ષ આપતો નથી. ભગવાનનાં દેહાદિ પ્રમાણ તથા સમવસરણાદિ સિદ્ધિ તો તેમનું ઔપાધિક સ્વરૂપ છે, પુણ્યપ્રકૃતિનું ફળ છે. તેમનું સત્ય સ્વરૂપ તો તેમની અંતરંગ આત્મદશા છે. પરમાર્થહેતુરૂપ એવું જિનનું અંતરંગ સ્વરૂપ જ પ્રયોજનભૂત છે. રાગાદિ શત્રુઓનો જય કરી, શુદ્ધ આત્મા પ્રગટ કર્યો છે એવા જિનેશ્વરદેવની વીતરાગદશાને નહીં જાણનાર તથા તેને જાણવાનો પ્રયત્ન પણ નહીં કરનાર જીવ માત્ર બાહ્ય પૌગલિક વિભૂતિને જ જિનનું સ્વરૂપ માની, પોતાની મતિને ત્યાં જ રોકી રાખે છે. આવા જીવને મતાથ કહ્યો છે. આ વિષે શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે --
જે કોઈ જીવને આ પુણ્યકર્મપ્રકૃતિના અનુપમ અને ચમત્કારિક ફળનું જ માહાસ્ય લક્ષમાં આવે, બાહ્ય સંયોગોની મહત્તા જણાય અને તેમાં જ નિજબુદ્ધિ રોકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org