________________
૧૪૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લેવાનો દોષ સેવાય છે તેનો નિષેધ કર્યો છે. બાહ્ય ક્રિયાનો ઉપદેશ આત્મભાવ પ્રગટાવવા માટે કર્યો છે, પરંતુ તે જો પ્રગટે નહીં અથવા તો તેને પ્રગટાવવા ઉપર લક્ષ ન રહેતાં ફક્ત તે ક્રિયા કરવામાં જ સંતોષ માની લેવામાં આવે તો ત્યાં ઇષ્ટ ઉદ્દેશ ન જળવાતાં તે ક્રિયા નિરર્થક નીવડે છે. તેથી લક્ષવિહીન થતી બાહ્ય ક્રિયાની મોક્ષમાર્ગમાં નિરર્થકતા બતાવવામાં આવી છે, પરંતુ જો અશુભથી બચવા ક્રિયા થતી હોય, સ્વરૂપાનુસંધાન અર્થે ક્રિયા થતી હોય, અંતરમાં સમજણ હોય અને સ્વરૂપનો લક્ષ હોય તો ત્યાં ક્રિયાજડત્વ નથી. ક્રિયાજડ જીવો અંતર્ભેદ વિના બાહ્ય ક્રિયામાં રાચે છે. અને જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. આ નિષેધ થતાં ચિંતન, મનન, આત્મનિરીક્ષણ, સ્વરૂપાનુસંધાન, ધ્યાનાભ્યાસ ઇત્યાદિનો પણ નિષેધ થાય છે; પરિણામે આત્માનુભવની શક્યતાનો લોપ થાય છે. તેથી શ્રીમદે આવી પ્રકૃતિ અને પ્રવૃત્તિવાળા જીવોને ક્રિયાજડ કહી મોક્ષમાર્ગના અધિકારી બતાવ્યા છે.
- શુદ્ધ શ્રમણભાવને યોગ્ય સઘળી ચિનોક્ત ક્રિયાઓ, અવ્યવહારરાશિત વિશેષાર્થ
પાથી જીવો તેમજ તેમાંથી નીકળ્યાને બહુ જ ઓછો સમય થયો છે એવા વ્યવહારરાશિના જીવોને બાદ કરતાં, સહુએ અનંત વાર આચરી છે. ભવચક્રમાં અનંત કાળની રખડપટ્ટી દરમ્યાન બાહ્ય સર્વવિરતિ સહિત જિનોક્ત ક્રિયાઓ અનંત વાર કરી, છતાં પણ જીવનું ભવભ્રમણ ચાલુ જ રહ્યું – આ કોઈ ધર્મઢષીનું કથન નથી, પરંતુ શ્રી હરિભદ્રસૂરિજી જેવા પ્રબુદ્ધ આચાર્યનું કથન છે. આ જ તથ્યનો પડઘો પાડતાં ગણિશ્રી દેવચંદ્રજી મહારાજે પણ ગાયું છે કે –
બાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધર લીનો;
દેવચંદ્ર કહે યા વિધ તો હમ, બહુત વાર કર લીનો.” જીવે અનેક વાર આત્મજ્ઞાન વિના મુનિદીક્ષા લઈને આખી જિંદગી સુધી દ્રવ્યમુનિપણે પંચ મહાવ્રતનું પાલન કર્યું છે. છ છ મહિના સુધી ઉપવાસ કરવારૂપ ઘોર તપ આદર્યું અને અનેક પ્રકારની શુભ ક્રિયાઓ પણ કરી છે, જેનાં ફળરૂપે તેને નવ રૈવેયક સુધીનાં દેવસ્થાનો પ્રાપ્ત થયાં છે, પણ નિજકાર્ય સધાયું નહીં. તે સર્વ ક્રિયાઓ મોક્ષના કારણરૂપ તો થઈ નહીં, પરંતુ ભવભ્રમણના ચક્રને વેગ આપનારી જ નીવડી, ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘ઉપદેશપદ', ગાથા ૨૩૩ની ટીકા
___ 'शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः, किमित्याह अनन्ताः-अनन्तनामकसंख्याविशेषानुगता अतीताः-व्यतिक्रान्ता भवे - संसारे सकला अपि - तथाविधसामग्रीवशात् परिपूर्णा अपि सर्वेषां भवभाजां प्रायेण, अव्यवहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः ।' ૨- ગણિતશ્રી દેવચંદ્રજી રચિત, પદ ‘સમકિત નવિ લહ્યું રે', કડી ૫ (‘શ્રીમદ્ દેવચંદ્રજી' , ભાગ-૨,
પૃ.૫૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org