________________
ત્રીજી ગાથામાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનો નિર્દેશ કરી, વર્તમાન સમાજમાં ભૂમિકા મોક્ષમાર્ગથી વિપરીત પ્રવર્તી રહેલા બે પ્રવાહોનો શ્રીમદે ઉલ્લેખ કર્યો છે. કરુણતા તો એ છે કે જેઓ ક્રિયાજડ છે તેઓ પોતાને ક્રિયાજડ નથી માનતા અને જેઓ શુષ્કજ્ઞાની છે તેઓ પોતાને શુષ્કજ્ઞાની નથી માનતા. આ બન્ને પ્રકારના જીવોને તેમના દોષોનું ભાન થાય તથા મુમુક્ષુ કોઈ પણ પ્રકારના ખોટા પ્રવાહમાં તણાઈ ન જાય તે અર્થે શ્રીમદ્રે ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જીવોનાં લક્ષણ અનુક્રમે ચોથી તથા પાંચમી ગાથામાં બતાવ્યાં છે.
પ્રસ્તુત ગાથામાં ક્રિયાજડ જીવોની ઓળખાણ થવા અર્થે શ્રીમદે તેમનાં સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે જેથી તેવા જીવો પોતાનું જડત્વ ટાળી મોક્ષમાર્ગની યથાર્થ આરાધનાના પંથે આગળ વધી શકે. ક્રિયાજડ જીવનું વર્ણન કરતાં શ્રીમદ્ લખે છે ‘બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ.' (૪)
ગાથા
અર્થ
ગાથા ૪
બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. (૪)
ભાવાર્થ
જિનાગમોમાં જ્ઞાનાનુસારિણી ક્રિયાને કર્તવ્યરૂપ બતાવી હોવાથી તેમાં વિવિધ પ્રકારની ક્રિયાનો ઉપદેશ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે તથા આત્મામાં સ્થિરતા થવા અર્થે જ્ઞાનીઓએ ક્રિયાઓનો ઉપદેશ કર્યો છે, પરંતુ અજ્ઞાનતાના કારણે જીવો તે ક્રિયાઓમાં જ અટકી જાય છે અથવા તો તે ક્રિયાઓનો મિથ્યા આગ્રહ સેવતા થઈ જાય છે. ક્રિયાઓનો પરમાર્થ ચૂકી જનારા આવા અજ્ઞાની જીવોને શ્રીમદે ‘ક્રિયાજડ'ની સંજ્ઞા આપી છે. અહીં તેમનું સ્વરૂપ દર્શાવતાં શ્રીમદ્ કહે છે કે તેવા જીવો માત્ર બહારની દેહાદિ ચેષ્ટારૂપ દ્રવ્યક્રિયામાં જ રાચી રહ્યા છે અને તેમાં જ ઇતિકર્તવ્ય સમજી રહ્યા હોવાથી તેમનું અંતર ભેદાયું નથી, અંતર્ભાવ પ્રગટ્યો નથી. વળી, જ્ઞાનની કાંઈ જરૂર નથી, જ્ઞાન ભણવું-ભણાવવું નિરર્થક છે, બાહ્ય ક્રિયા કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે એમ એકાંતે માની તેઓ જ્ઞાનમાર્ગનો નિષેધ પણ કરે છે.
અહીં બાહ્ય ક્રિયાનો કાંઈ નિષેધ કર્યો નથી, પરંતુ જ્યાં અંતર્લક્ષ વિના જડતાપૂર્વક તેમાં રાચવાપણું છે, જ્યાં બાહ્ય ક્રિયામાં સંતોષ માની, તેને જ સાધ્ય માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org