________________
૧૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન છે અને રાગ-દ્વેષમાં અભિભૂત થઈ ફરી પોતાનો ચંચળતાનો સ્વભાવ દેખાડે છે. આમ, માત્ર બાહ્ય ત્યાગાદિથી ચિત્તમાં રહેલા તૃષ્ણા, રાગ, દ્વેષાદિ ભાવોનો ત્યાગ થઈ શકતો નથી અને અત્યંતર ત્યાગ વિનાનો તે બાહ્ય ત્યાગ મુક્તિસાધનામાં વિફળ રહે છે. ભાવની વિશુદ્ધિ અર્થે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવાનો છે, કિંતુ જે અત્યંતર પરિસરૂપ રાગાદિથી યુક્ત છે, તેનો બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે. ૧ મુક્તિ માટે તો સ્વરૂપલક્ષપૂર્વકનો ત્યાગ જ કાર્યકારી છે. સ્વરૂપલક્ષ વિના ત્યાગાદિના કષ્ટો સહેવાથી કર્મબંધનથી છૂટી શકાતું નથી અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. જો કષ્ટ સહન કરવાથી જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી હોય તો તિર્યંચમાત્ર સારા ગણાય, કારણ કે તે વજન ઉપાડે છે, તડકા-તાપમાં ભમે છે અને તીવ્ર પ્રહારોને સહન કરે છે. ૨ જે કાયાકષ્ટ અને ત્યાગાદિ વિવેકપૂર્વકનાં હોય, આત્મશુદ્ધિના લક્ષે કરવામાં આવતાં હોય તે જ આત્મકલ્યાણકારી છે, પરંતુ આત્મશુદ્ધિના લક્ષ વગર કરવામાં આવતી ત્યાગપ્રવૃત્તિથી મુક્તિનો પંથ કપાતો નથી.
વળી, જો તે ત્યાગ લોભ કે ભય પ્રેરિત હોય તો તે ત્યાગ અસાર છે. પોતાનું સાંસારિક દુઃખ દૂર કરવાની વૃત્તિમાંથી જન્મતી પ્રવૃત્તિ, પછી ભલે તે વિષયોથી દૂર રહેવાની હોય, તોપણ તે તાત્ત્વિક ધર્મરૂપ નથી. તેમાં અવ્યક્તપણે આર્તધ્યાન રહેલું છે. આગામી ભોગ મેળવવાની ચિંતાથી આકુળ થયેલા ભાવરૂપ નિદાનજન્ય આર્તધ્યાન તેને વર્તે છે. દેખીતી પ્રવૃત્તિ ભલે તપ-ત્યાગની હોય, પણ એની પાછળ વૃત્તિ અશુદ્ધ હોય, ઇહલૌકિક ભૌતિક લાભ કે પારલૌકિક ઐશ્વર્ય આદિ મેળવવાની વૃત્તિ હોય તો તે ત્યાગની પ્રવૃત્તિ દ્વારા પણ પુષ્ટિ તો તૃષ્ણાની જ થતી રહે છે. તૃષ્ણાના બીજમાંથી જન્મેલ પ્રવૃત્તિના ફળમાં તૃષ્ણા જ હોવાથી તે પ્રવૃત્તિ દ્વારા તૃષ્ણામુક્તિ થઈ શકતી નથી. વળી, તે ત્યાગાદિ ઓઘસંજ્ઞાએ, લોકસંજ્ઞાએ કરવામાં આવતાં હોય તોપણ તે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયભૂત થતાં નથી. ગતાનુગતિકપણે, લોકભયથી, લોકશરમે કરાતાં ત્યાગાદિથી આત્મકલ્યાણ સધાતું નથી. “શ્રી આચારાંગ સૂત્ર'માં કહ્યું છે કે એકબીજાની શરમથી કોઈ સાધુ કદાચ પાપકર્મ ન કરતો હોય તો તે ન કરવામાં મુનિપણું શું કારણભૂત છે? અર્થાત્ એકબીજાની શરમના કારણે પાપકર્મ ન કરવાથી મુનિ કહેવાય નહીં, પણ પાપકર્મને દૂર કરીને સમભાવદશામાં રહી, આત્માને નિર્મળ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘ભાવપાહુડ', ગાથા ૩
'भावविसुद्धिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ ।
बाहिरचाओ विहलो अभंतरगंथजुत्तस्स ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સાડી ત્રણસો ગાથાનું સ્તવન', ઢાળ ૧, કડી ૧૬
‘જો કષ્ટ મુનિ મારગ પાવે, બલદ થાએ તો સારો; ભાર વહે જે તાડવે ભમતો, ખમતો ગાઢ પ્રહારો રે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org