________________
ગાથા-૩૦
૫૬૧
રહેતી નથી. જેમ બાળક પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવે છે ત્યારે પહેલા ધોરણનાં પુસ્તકો મૂકીને બીજા ધોરણનાં પુસ્તકોનો અભ્યાસ કરે છે. તે જેમ જેમ આગળના ધોરણોમાં જતો જાય છે, તેમ તેમ પાછળનાં ધોરણોનાં પુસ્તકોનો ત્યાગ કરતો જાય છે; પરંતુ પાછલા ધોરણમાં જે શીખ્યો હોય છે તેનું વિસ્મરણ કરતો નથી. જેમ કે ૧ થી ૧૦ના આંક, ક થી માંડીને પૂરી બારાખડી વગેરેનું સ્મરણ રાખે છે, કારણ કે તે આંક અને શબ્દો તો તે મોટો વિદ્વાન થાય ત્યારે પણ તે જ રહેવાનાં છે. તેવી જ રીતે જેમ જેમ દશા વધતી જાય છે, તેમ તેમ જ્ઞાની પૂળ અવલંબનો તજતા જાય છે, પણ મૂળ વસ્તુને તો દઢતાપૂર્વક રહી રાખે છે. પરંતુ જ્ઞાનીનું આંધળું અનુકરણ કરીને જ્ઞાનદશા પ્રગટ્યા પહેલાં સસાધનોને છોડી દેવાથી પારાવાર અહિત થાય છે, તેથી ભૂમિકા પ્રમાણે સસાધનનું સેવન આવશ્યક છે. જો જીવ સ્વરૂપનો સીધો આશ્રય કરી શકે એમ હોય તો તેને બાહ્ય આલંબનની જરૂર રહેતી નથી. પરંતુ અનાદિ અધ્યાસના કારણે જીવને શાંત સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું છે અને વિકલ્પોના કારણે તે નિરંતર અશાંત રહે છે, તેથી આ વિકલ્પોની હારમાળાને બંધ કરવા, વિકલ્પોને દૂર કરવા ધીરજપૂર્વક સત્સાધનનો અભ્યાસ કરવો ઘટે કે જેથી સાધનામાં પ્રગતિ થઈ અંતે સિદ્ધિ પમાય.
આમ, સત્સાધનની આરાધનાથી જ પાત્રતા આવે છે. સ્વરૂપની યાત્રાનો આરંભ થાય છે અને ચૈતન્યધામે સલામતીપૂર્વક પહોંચાય છે. જેમ જીવન ટકાવવા માટે પ્રાણવાયુ આવશ્યક છે, તેમ પ્રારંભિક ભૂમિકામાં મોક્ષમાર્ગમાં ટકવા માટે સત્સાધનનું અવલંબન આવશ્યક છે. જો જીવ સત્સાધનનું ગ્રહણ કરે, સસાધનમાં પોતાની વૃત્તિ-પ્રવૃત્તિ ઢાળે, સત્સાધનની સહાયથી ઉદયપ્રસંગોમાં અટકે નહીં તો તે સંસારસાગર પાર કરી શકે છે; પરંતુ શુષ્કજ્ઞાની જીવ સત્સાધનનો લોપ કરી સંસારસાગરમાં ડૂબી જાય છે.
કેવળનિશ્ચયાવલંબી અજ્ઞાની જીવોના પ્રવર્તનની આલોચના કરતાં ‘પંચાસ્તિકાય? ગ્રંથની ૧૭૨મી ગાથા ઉપરની ટીકામાં આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ લખે છે કે –
‘જે જીવો કેવળ નિશ્ચયનયના અવલંબી છે, સવ્યવહારરૂપ ક્રિયાકાંડને આડંબર ગણી વ્રતાદિની અવગણના કરે છે, તેઓ બેધ્યાનપણે સ્વમતિકલ્પનાથી પોતાને જેમ સુખ ઊપજે તેવી વૃત્તિ કેળવે છે. સાધ્યસાધનભાવરૂપ વ્યવહારને તેઓ સ્વીકારતા નથી અને પોતે તો નિશ્ચયરૂપ સાધ્ય-સાધનમાં વૃત્તિ કેળવી પ્રવૃત્ત રહે છે તેવું અભિમાન કરે છે; પરિણામે તે મૂળ વસ્તુતત્ત્વને જ તેઓ પામતા નથી. આવા જીવો ન તો નિશ્ચયપદને પ્રાપ્ત કરે છે કે ન તો વ્યવહારપદને. આવા જીવો તો અતીભ્રષ્ટ - તતભ્રષ્ટ બની પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી અધવચમાં જ મૂચ્છિત થાય છે. જેમ વધારે પડતાં ઘી, સાકર, દૂધ ઇત્યાદિ ગરિષ્ટ (ભારે) ભોજનથી વ્યક્તિ આળસુ બની જાય છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org