________________
ગાથા-પ
૧૬૩ અનુભવ ન થયો હોય, ત્યાં સુધી તે જ્ઞાનની ગણતરી અજ્ઞાનમાં થાય છે. શાસ્ત્રમાં જ્ઞાનનું વિસ્તૃત રીતે અનેક પ્રકારના ભેદથી જે નિરૂપણ કર્યું છે, તે વિશેષ પ્રકારનું શાસ્ત્રજ્ઞાન આત્મજ્ઞાન સહિત હોય તો જ તે જ્ઞાન સમ્યજ્ઞાનની સંજ્ઞા પામે છે. જેને આત્માનો અનુભવ થયો નથી, પણ એક એ જ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા છે અને જ્ઞાનીના આશ્રયે તેમની આજ્ઞા આરાધવામાં તત્પરતાપૂર્વક સર્વસમર્પણપણે વર્તે છે, તેવો આત્માર્થી જીવ પણ સમીપમાં આત્મજ્ઞાન પામવાનો હોવાથી તેના જ્ઞાનને પણ ઉપચારથી યથાર્થ જ્ઞાન ગણવામાં આવ્યું છે. અધ્યાત્મગ્રંથોનો પરમાર્થ જો જ્ઞાની પાસેથી સમજવામાં આવે તો તે મોક્ષને સાધનાર હોવાથી જ્ઞાન કહેવાય, બાકી પોતાની મતિકલ્પનાથી કોટિ શાસ્ત્રો ભણાય કે ઉપદેશાય તોપણ તે નિજસ્વરૂપના જ્ઞાનરહિત હોવાથી અજ્ઞાન ગણાય છે. તે જ્ઞાન મોક્ષપંથમાં પ્રગતિ કરાવવામાં મદદરૂપ થતું નથી. આત્મજ્ઞાનના અભાવમાં, સગુરુના અવલંબન વિના અથવા મતિકલ્પનાથી શાસ્ત્રોનો અભ્યાસ થાય તો જીવ સંકલ્પ-વિકલ્પની જાળમાં ગૂંચવાઈ જાય છે, સ્વચ્છંદમાં તણાઈ જાય છે અને એકાંતપક્ષ ગ્રહણ કરી સ્વહિત ચૂકી જાય છે. અહીં શાસ્ત્રાભ્યાસનો નિષેધ નથી, પરંતુ નિજકલ્પનાએ કરેલાં શાસ્ત્રનાં અર્થઘટનનો નિષેધ છે.
નિશ્ચયનય પ્રમુખ કથનોનો પરમાર્થ સમજ્યા વિના કેટલીક વિવેકહીન વ્યક્તિઓ સ્વચ્છંદપોષણ, આચારહીનતા કે કોરા બુદ્ધિવિલાસ તરફ વળી જઈ પોતાનું જ અનર્થ કરે છે. નિશ્ચયપ્રધાન શાસ્ત્રો સગુરુગમે સમજવા યોગ્ય છે, પણ કેટલાક જીવો પોતાની મતિકલ્પનાએ અને સ્વચ્છેદે શાસ્ત્રની અપેક્ષા સમજ્યા વિના, તેનો ગમે તેવો અર્થ નિર્ધારી એકાંત નિશ્ચયનયના આગ્રહી થાય છે અને તેથી પોતાના અનધિકારીપણાના કારણે મહાનિર્જરાના હેતુ એવાં અધ્યાત્મશાસ્ત્રો તે જીવો માટે આત્મઘાતી શસ્ત્રરૂપ નીવડે છે. નિશ્ચય ગ્રંથો તેમના માટે ગ્રંથિરૂપ થઈ પડે છે. શાસ્ત્રો પોતાની મતિકલ્પનાથી સમજી, શુદ્ધ વ્યવહારાદિ સત્સાધન છોડી તેઓ સ્વચ્છેદે વર્તે છે. અંતરંગ દશા ફેરવ્યા વિના, દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન ટાળ્યા વિના, સ્વાનુભવ મેળવ્યા વિના, શબ્દજ્ઞાનને જ સમ્યજ્ઞાન માનીને તેઓ પોતાને વિષે જ્ઞાનીપણું કહ્યું છે. તેઓ નિશ્ચયની મોટી મોટી વાતો કરવા છતાં અંતરમાં જરા પણ વૃત્તિજય, વાસનાશમન કે ઇન્દ્રિયસંયમ કરતા નથી અને પરિણામે તેઓ શુષ્કશાની થઈ જાય છે. આવા શુષ્કજ્ઞાની ૧- નિશ્ચયનયપ્રધાન ‘પરમાત્મપ્રકાશ' નામનો ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં જ્યારે શ્રી લઘુરાજસ્વામીની હાજરીમાં વાંચવામાં આવ્યો હતો, ત્યારે તેઓશ્રીએ નીચે પ્રમાણે બોધ કર્યો હતો –
“નિશ્ચયવાણી અગ્નિ જેવી છે - કોઈ હાથથી અગ્નિ પકડવા જાય - તો બળી જાય, તેને પકડવા ચીપિયા જેવું કોઈ સાધન જોઈએ. તે સાધન ગુરુ પાસે છે. લખેલું બધું સાચું છે પણ તેનું ભાન જ્ઞાનીને છે.”
- 'પરમાત્મપ્રકાશ', શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસનું પ્રકાશન, પ્રથમવૃત્તિની પ્રસ્તાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org