________________
ગાથા-૨૯
૫૪૯ સુખ, અનંત વીર્ય આદિ સ્વાભાવિક અનંત વિશેષતાઓ પાકશે. તારી શુદ્ધ સ્વભાવરૂપ ફળદ્રુપ ભૂમિમાં સદ્વ્યવહારના બળે એકાગ્રતા કરવાથી પર્યાયમાં વીતરાગતા અને આનંદનાં ઝરણાં ફૂટશે. માટે સદ્વ્યવહારના અવલંબને જ્ઞાનોપયોગને બાહ્ય વિષયોમાંથી ખેંચી સ્વ તરફ અવિરતપણે વાળ. નિશ્ચયદૃષ્ટિપૂર્વકના સદ્વ્યવહારથી તારાં સર્વ કર્મો ક્ષય પામશે. તેથી હે જીવ! તું સવ્યવહારના ઉત્થાપનથી નિવર્ત. નિશ્ચયનયપ્રધાન વાક્યોને પામીને પણ જો તું પરિણમનનો પુરુષાર્થ નહીં કરે, સત્સાધનની રુચિ નહીં કરે તો તારું હિત કેવી રીતે થશે? હમણાં બધી જોગવાઈ પ્રાપ્ત થઈ છે, તો જાગૃત થઈ સત્સાધનમાં પ્રવર્તમાન થા. સદ્વ્યવહારના બળ વડે સ્વભાવમાં ઠરવાનો પુરુષાર્થ કર અને શાશ્વત સુખના ધામ એવા મોક્ષને પામ. આ માર્ગે ભૂતકાળમાં અનંત જીવ સિદ્ધપદને પામ્યા છે. વર્તમાનમાં પામી રહ્યા છે અને ભવિષ્યમાં પામશે. મોક્ષનો આ ઉન્નત માર્ગ અનંત જ્ઞાનીઓએ પ્રરૂપ્યો છે. આ માર્ગે જ તારું કલ્યાણ રહેલું છે. તેથી શીધ્ર આ માર્ગને અંગીકાર કર અને ત્રિકાળી સ્વભાવમાં સ્થિર થા.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘અથવા નિશ્ચય નય ગ્રહે, અહં બ્રહ્માસ્મિ જેમ; ક્રિયા કર્મનો હેતુ છે, માટે કરીએ કેમ. શુદ્ધ આત્મનિજરૂપ છું, માત્ર શબ્દની માંય; સિદ્ધસ્વરૂપે સિદ્ધમાં, તેવો શરીર માંહી. ગણે ઉદયને વિષયભોગ, સેવે થઈ નિર્લજ્જ; લોપે સવ્યવહારને, કરે અઘટિત અકજ્જ. માર્ગ પમાડે તેવી, ક્રિયા અનાદર જ્યાંહિ; પ્રમાદમાં ખેંચી રહે, સાધન રહિત થાય.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૧૧૩-૧૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org