________________
ગાથા-૧૬,
૩૩૭ સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે.”
મુમુક્ષુતા એ મોક્ષ તરફનું પ્રથમ પગથિયું છે. કોઈ ને કોઈ ધર્મમતમાં રહેવું, કોઈ ને કોઈ ધાર્મિક ક્રિયા કરવી એ મુમુક્ષુતા નથી, પરંતુ મોહાસક્તિનાં પરિણામથી મૂંઝાઈને એકમાત્ર મોક્ષ માટે પ્રયત્ન કરવો એ મુમુક્ષુતા છે. મોહાસક્તિનાં પરિણામને જાણવાં-પકડવાં, એટલું જ નહીં પણ તેનાથી મૂંઝાઈને છૂટવાની તીવ્ર અભિલાષા જાગવી તે મુમુક્ષુતા છે. આવી મુમુક્ષુતા પ્રગટે નહીં ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં અને આત્મજ્ઞાન વિના મોક્ષ પમાય નહીં, અર્થાત્ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવા માટે મુમુક્ષુતા એક અનિવાર્ય ધર્મ છે.
જીવને મુમુક્ષુતા પ્રગટી છે કે નહીં તે જાણવા માટેનું સચોટ લક્ષણ છે પોતાના દોષ જોવા પ્રત્યે અપક્ષપાતતા. મુમુક્ષતા પ્રગટ્યા પછી જીવ નિષ્પક્ષપણે પોતાના દોષનું અવલોકન કરતો હોવાથી સ્વચ્છેદરૂપી મહાદોષનો હ્રાસ થાય છે. દોષ જોવા પ્રત્યે અપક્ષપાતતાની અનુપસ્થિતિમાં મોક્ષ માટે કરેલી સર્વ પ્રવૃત્તિ અને સર્વ ઉપદેશાદિ વ્યર્થ નીવડે છે. પોતાના દોષ પ્રત્યે પક્ષપાત હોય તો ત્યાં ગમે તેવાં વ્રત-તપાદિ અને વિપુલ શાસ્ત્રાભ્યાસ પણ નિરર્થક છે, કારણ કે ધર્મની શરૂઆત જ થઈ નથી. જો જીવ પોતાના દોષનું અપક્ષપાતપણે અવલોકન કરીને તેનો નિષેધ ન કરે તો તેનાથી પોતાના દોષનો જાયે-અજાણે બચાવ થઈ જાય છે અને તે રીતે પોતાના દોષનું ગુપ્ત અનુમોદન કરે છે અને તેમ થતાં દોષનો અભાવ થઈ શકતો નથી. તેને કોઈ તેના દોષનું દર્શન કરાવે તોપણ તે પોતાના અપરાધનો સ્વીકાર જ કરતો નથી, કદાચિત્ સ્વીકાર કરે તો પણ એ માટે બહાનું કાઢી, બચાવનામું આપીને પોતાને નિરપરાધી ઠેરવે છે અથવા તો પોતાનો અપરાધ બતાવનારના દોષ બતાવવા માંડે છે. દોષ જોવામાં નિષ્પક્ષપાતતાના અભાવના કારણે દોષ કરવા છતાં પોતામાં કોઈ ક્ષતિ હોય એવું તેને લાગતું જ નથી અને તેથી તેનો શ્રેયમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. પરંતુ જીવ જો અપક્ષપાતપણે પોતાના દોષને જુએ તો તેથી પોતાના દોષનું ગુપ્ત અનુમોદન થતું અટકે છે અને દોષનો રસ ઘટતાં દોષ નાશ પામે છે. મુમુક્ષુ જીવ મંદકષાયી, મોક્ષાભિલાષી, સરળપરિણામી હોવાથી તે જેમ જેમ સદ્ગુરુના સાનિધ્યમાં રહીને આરાધના કરે છે, તેમ તેમ નિજમતિકલ્પના છોડી જ્ઞાનીના માર્ગનો આરાધક બને છે. જેમ જેમ સન્માર્ગની આરાધના કરતો જાય છે, તેમ તેમ પોતાના દોષો વધુ ત્વરાથી અને અપક્ષપાતપણે જોવા માંડે છે, તેથી સ્વચ્છેદ ઘટતો જાય છે અને મુમુક્ષુતા વૃદ્ધિ પામતી જાય છે. જ્યાં મુમુક્ષતા પ્રગટે છે ત્યાં સ્વછંદ ટકી શકતો નથી. જેમ જેમ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૮૮ (પત્રાંક-૨૫૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org