________________
૫૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કારણ માનવારૂપ મતાર્થનું જે સૂચન કર્યું છે તે જોઈએ. (૧) મતાર્થી જીવને સલૂનું ભાન ન હોવાથી પોતાના માનેલા મતનો પ્રબળ આગ્રહ હોય છે અને તે આગ્રહને મુક્તિનું કારણ માની તેમાં ઉપાદેયબુદ્ધિ ધરાવે છે. પોતાનો મત જ સાચો છે એવો દુરાગ્રહ બંધાઈ જતાં સત્યશોધકબુદ્ધિના સ્થાને પોતે રહેલી હકીકતને દલીલો અને કુતર્કોથી સિદ્ધ કરવાની વૃત્તિ તેને થઈ આવે છે. વળી, તેમાં ઉપાદેયબુદ્ધિ હોવાથી તેને આગ્રહપૂર્વક પકડી રાખવામાં તે ગૌરવ માને છે. પરિણામે તેને એકાંત પકડાઈ જાય છે અને જ્યાં એકાંતદષ્ટિ હોય ત્યાં સ્વપક્ષનું મંડાણ કરવાના મોહના કારણે જીવ જાણ્યે-અજાણ્યે સત્નો દ્રોહ કરે છે.
દષ્ટિરાગ આધારિત ભાંત ધારણાઓથી ધર્માધતા પાંગરે છે. ધર્માધતાનો આધાર છે સાર-અસારના વિવેક વિનાની અમુક મત, પંથ, સંપ્રદાય કે વ્યક્તિ પ્રત્યેની અંધ ભક્તિ. આવા આંધળા મમત્વના કારણે પર્વતિથિનો ક્ષય, ચૌદસ-પાખી પ્રતિક્રમણનો સમય, રજોહરણની લંબાઈ જેવી કોઈ નજીવી બાબતમાં પોતાથી ભિન્ન માન્યતા ધરાવનારાઓ પ્રત્યે આત્મીયતાનો વ્યવહાર તે કરી શકતો નથી અને પોતાના પક્ષની સરસાઈ દેખાડવા હુંસાતુંસીમાં પડી જઈ, ધર્મપ્રવૃત્તિ દ્વારા પણ અહ-મમને પુષ્ટ કરતો રહે છે. અન્ય મત-પંથના અનુયાયીઓની વાત તો દૂર રહી, પણ જૈન દર્શન અંતર્ગત પોતાથી ભિન્ન ફિરકા, ગચ્છ કે સંપ્રદાયની વ્યક્તિને અથવા એકાદ બાબતમાં પોતાથી જુદી માન્યતા ધરાવનાર પોતાના સમુદાયની વ્યક્તિને ‘મિથ્યાત્વી’ કહી તેના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર કે ધૃણા દર્શાવવામાં આવતી હોય છે. આવો જીવ બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિ કરતો હોવા છતાં તેની ગણના જ્ઞાનીઓએ મતાથમાં કરી છે. શ્રીમદ્ કહે છે –
સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસ જ્ઞાની પુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાની પુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ધારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમનો ભંગ કરશે એમ ધારી બીજી તિથિ કહે તો તે આજ્ઞા પાળવા માટે કહે. બાકી તિથિબિથિનો ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે.”
‘હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં; પણ લીલોતરીના રક્ષણ અર્થે તિથિ પાળવી. લીલોતરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે આઠમાદિ તિથિનો ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૩-૭૦૪ (ઉપદેશછાયા-૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org