________________
ગાથા-૨૭
૫૧૩
અને પોતાને ભોગવવાં પડતાં દુઃખમાં બીજા તો નિમિત્તમાત્ર છે એ સમજણ દઢ થવાથી કષાયની ઉપશાંતતા સહજ બને છે. સારી સામગ્રી માટે ગર્વ ન થાય કે નરસી સામગ્રી માટે બીજાનો દોષ કાઢવાની વૃત્તિ ઊઠે નહીં અને પોતે સમત્વભાવમાં રહે તો જ ગ્રંથનું પારમાર્થિક રહસ્ય સમજાયું કહેવાય. આવા પરમાર્થબોધ પ્રત્યે જેનું લક્ષ ન હોય, પણ ગણતરી આદિમાં જ જેની રુચિ હોય અને વળી તેનો જ આગ્રહ કરે તો તેનાથી તે જીવનું મતાર્થપણું પ્રગટ થાય છે.
ઉપર્યુક્ત ઉદાહરણોથી સ્પષ્ટ થાય છે કે મતાથી જીવને આત્મહિતનું વલણ નહીં હોવાથી શ્રુતાભ્યાસનો મુખ્ય આશય તે ચૂકી જાય છે. શાસ્ત્રોમાં આપેલી વસ્તુવ્યવસ્થા સંબંધી જાણકારીના વર્ણનમાં પોતાની બુદ્ધિને રોકી રાખે છે અને પ્રયોજનભૂત પરમાર્થ આશય પ્રત્યે લક્ષ દેતો નથી; પરિણામે સતુશ્રુતનો યોગ તેને માટે કલ્યાણકારી નીવડતો નથી. સતુશ્રુત અને સદ્ગુરુનો યોગ થયો હોવા છતાં આત્માર્થના અભાવે જીવનાં રસ અને રુચિ કેવા પ્રકારનાં હોય છે તે દર્શાવતાં શ્રીમદ્ કહે છે –
“ગુરુ પાસે રોજ જઈ એકેંદ્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી પૂક્યા કરે; રોજ જાય અને એ ને એ જ પૂછે, ..... પણ કોઈ દિવસ એમ પૂછતો નથી કે એકેંદ્રિયથી માંડી પંચંદ્રિયને જાણવાનો પરમાર્થ શો ? એકેંદ્રિયાદિ જીવો સંબંધી કલ્પનાઓથી કાંઈ મિથ્યાત્વગ્રંથિ છેદાય નહીં. ..... વાસ્તવિક રીતે તો સમકિત પ્રાપ્ત કરવાનું છે.’
આમ, મતાર્થી જીવને કેવળ દેવાદિ ગતિના ભાંગામાં જ રુચિ હોય છે, પરંતુ ચિત્તવૃત્તિને આત્મતત્ત્વ તરફ વાળવામાં રસ હોતો નથી. આત્મસ્વરૂપમાં તાદાભ્ય સાધવું એ જ સર્વ શાસ્ત્રાભ્યાસનું પ્રયોજન છે, પરંતુ આવી પરિપક્વ સમજણ અને ઊંડી રુચિનો મતાર્થીમાં અભાવ હોય છે. તે અધ્યાત્મપ્રધાન રહેવાને બદલે માત્ર રૂઢિગત શાસ્ત્રવાંચન ઉપર જ ભાર મૂકે છે અને આત્મનિરીક્ષણ, સ્વરૂપાનુસંધાન કે ભેદવિજ્ઞાન ઉપર લક્ષ આપતો નથી.
આ પ્રમાણે ગાથાની પ્રથમ પંક્તિમાં ધર્મતત્ત્વ અંગેના શ્રુતજ્ઞાન સંબંધી મતાર્થનો પ્રકાર દર્શાવ્યો છે. હવે ગાથાના ઉત્તરાર્ધમાં પોતાના મત અને વેષના આગ્રહને મોક્ષનું ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૪ (ઉપદેશછાયા-૪)
આ સંદર્ભમાં શ્રીમનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે :
શ્રીમદ્, કોઈ ભાઈ સાથે એક વખત તળાવ પાસે ફરવા ગયા હતા. તળાવમાં લીલ જોઈને તે ભાઈએ શ્રીમને પ્રશ્ન કર્યો કે, “સાહેબજી, લીલના આ જથ્થામાં કેટલા જીવ હશે?” શ્રીમદે લાગલો જ ઉત્તર આપ્યો કે, “કેમ? એ બધાને જમવા નોતરવાનો તમારો વિચાર છે?”'
- ડૉ. સરયુબેન મહેતા, ‘શ્રીમની જીવનસિદ્ધિ', ચોથી આવૃત્તિ, પૃ.૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org