________________
ગાથા-૨૨
૪૩૧ રાખનાર પાડા, ગાય, ઘોડા, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વગર તે દેવામાંથી છૂટો થઈ શકશે નહીં.'
(૪) મતાથ ગુરુઓને પોષવાવાળા મતાર્થી શિષ્યો પણ ઘણા હોય છે. મતાર્થી ગુરુ તેને માન આપે છે અને તે મતાર્થી ગુરુનો વિનય કરે છે. આમ, બન્ને એકબીજાનો અહંકાર પોષે છે. મતાર્થીને આત્મકલ્યાણનો રસ ન હોવાથી તે પોતાની અનેક જાતની લાલસા પૂરી કરનારને ગુરુ માને છે. ઉજ્વલ ચારિત્રવાન તથા સત્ય ઉપદેશ આપનારા ગુરુ પાસેથી પોતાની સંસાર વધારનારી માનાદિ લાલસાઓ પૂરી થતી ન હોવાથી તે સદ્દગુરુનો વિનય નથી કરતો, પણ તેમની સાથે ગેરવર્તણૂક કરે છે, તેમની સાથે કલહમાં ઊતરે છે, તેમનું વચન માન્ય નથી રાખતો; પરિણામે ગુરુદ્રોહી બનીને પતિત થાય છે. તે સદ્ગુરુ પાસે તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણવાનો ઉદ્યમ કરતો નથી અને અસદ્દગુરુનાં વિષય-કષાયપોષક વચનો સાંભળીને ઉત્સાહિત થઈ જાય છે અને તેમની સેવા-વૈયાવચ્ચમાં પ્રવૃત્ત થાય છે.
અસદ્દગુરુને સદ્ગુરુ માનનાર મતાર્થીને તેમના મારફત પોતાનું માન પોષાતું હોવાથી તેમનો વિનય કરે છે. તે એમ માનતો હોય છે કે વિશાળ શિષ્યવૃંદવાળા પ્રતિષ્ઠિત ગુરુને સેવીએ તો જ આપણને સન્માન મળે, લોકોને આપણા ઉપર સભાવ રહે. આપણે જો મોટા પુરુષને અનુસરીએ તો જ લોકો પણ આપણો આદર-સત્કાર કરે, પાંચ માણસો આપણને પૂછવા આવે, આપણને મોટા ભક્ત તરીકે બિરદાવે અને અનેક લોકો તરફથી આદર-સત્કાર-સન્માન વગેરે મળે. તેથી પ્રતિષ્ઠિત ગુરુનો વિનય કરવો તે જ બરાબર છે, ભલે તેઓ સદ્ગુરુના ગુણો ધરાવતા ન હોય.'
મતાર્થી જીવની આવી અવળી વિચારણા હોવાથી તેનું કલ્યાણ થતું નથી. તેને સંસારરોગ તો છે જ, તેમાં પાછું મતાથ ગુરુના સંગથી તે અયોગ્ય આચરણરૂપ કુપથ્ય ભોજન પણ કરે છે અને અસદ્દગુરુના અયોગ્ય આચરણને પુષ્ટિ પણ આપતો જાય છે, તેથી તેને અસદ્ગુરુની અસ–વૃત્તિઓનું અનુમોદન કરવાનું મહાપાપ લાગે છે; એટલે તેનો સંસારરોગ વધતો જાય છે. અસદ્ગુરુના બતાવેલ માર્ગથી મોક્ષપ્રાપ્તિને બદલે સંસારવૃદ્ધિ થાય છે. જે વહાણમાં બેસવામાં આવે તે વહાણનો કપ્તાન જ જ્યારે વહાણને ગાબડું પાડે તો કોણ ઉગારી શકે? વહાણના વિનાશની સાથે સાથે વહાણમાં બેસનારાઓનો પણ વિનાશ થાય છે; તેમ અસદ્દગુરુ અને તેમના શિષ્યો બન્નેનો વિનાશ થાય છે. અવળો નિર્ધાર કરનાર મતાથ ગુરુ અને મતાથ શિષ્ય બને ઉન્માર્ગનું સેવન ૧- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીકત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૧૩, શ્લોક ૧૯
'गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिग्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिर्विना ततस्ते भविता न निष्क्रयः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org