________________
ગાથા-૨૨
૪૨૩
અસદ્દગુરુનો સંગ તો આત્મહિત હરી ભવભ્રમણ વધારી મૂકે છે. ‘શ્રી મહાનિશીથ સૂત્ર'માં તો કહ્યું છે કે લાખ વર્ષ સુધી સૂળીમાં વિંધાઈને રહેવું સારું, પરંતુ અર્ધી ક્ષણ માટે પણ અગીતાર્થની સાથે રહેવું નહીં. જે જીવ સંસારપરિભ્રમણથી ડરતો હોય તેણે તો લોકો તરફથી થતી નિંદા-પ્રશંસાના વિચારથી શિથિલ થયા વગર અસગુરુના સેવનરૂપ મિથ્યાત્વનો ત્યાગ કરવો ઘટે છે. અસદ્ગુરુનો વિનય કરવાથી કર્મબંધ થાય છે અને મિથ્યાત્વને પોષણ મળે છે. જે સુખને વશ થઈને પોતાના આચારોમાં શિથિલ થઈ ગયા છે, તેમનું આગમન થતાં અભ્યત્થાન (માનાર્થે ઊભા થવું) કરવાથી કર્મબંધ થાય છે, કારણ કે તે પ્રમાદની સ્થાપનાનું અને તેની વૃદ્ધિનું કારણ છે. જે તેમને નમવાથી તેમના દોષોને અનુમોદન મળતું હોવાથી તે દોષોનું પોષણ થાય છે. જે માર્ગની આરાધનાથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થાય છે તેવા લોકોત્તર માર્ગમાં સદ્ગુરુનો વેષ ધારણ કરેલા અસગુરુને અસગુરુરૂપે જાણવા છતાં નમસ્કાર કરવા, વિનયાદિ કરવા તે નિતાંત અયોગ્ય છે. શ્રીમદ્ કહે છે –
પરિગ્રહધારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોધ થાય છે.'
અહીં કોઈ પ્રશ્ન કરે કે જેમને વંદન કરવામાં આવે છે તેમના ગુણ-દોષોને વિચારવા નિરર્થક છે, કારણ કે નમસ્કાર કરનારને જે લાભ થાય છે તે વંદ્ય વ્યક્તિના ગુણોને આશ્રીને નથી થતો, પરંતુ પોતાના ભાવોની શુદ્ધિથી થાય છે. તો તેનું સમાધાન એ છે કે નિર્જરા અને પુણ્યબંધમાં ભાવશુદ્ધિ કારણભૂત છે એ વાત બરાબર છે, પરંતુ તે ભાવશુદ્ધિ સગુરુરૂપ શુભ નિમિત્તના અવલંબનથી થાય છે, અસગુરુના નિમિત્તથી નથી થતી. વળી, અસદ્દગુરુને વંદન કરવાથી તેમની શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધની પ્રવૃત્તિઓની અનુમોદના થાય છે તથા તેના પોષણનું મહાપાપ લાગે છે. વળી, તેમના સંગમાં રહેવાથી પોતાનામાં પણ શિથિલતા આવે છે અને તેમની મિથ્યા આજ્ઞાઓ પણ પાળવી પડે છે. તેથી મુમુક્ષુ તો તેવા આત્મ-અહિતકર અસગુરુનો ત્યાગ કરે છે. શાસ્ત્રોમાં અનેક સ્થળે પાર્થસ્થ આદિ પાંચ પ્રકારના સાધુઓથી મુમુક્ષુઓને દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે અને તેમને વંદન-નમસ્કાર કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે તેથી સંસારવૃદ્ધિ થાય છે અને મુમુક્ષુતાથી ભ્રષ્ટ થવાય ૧- જુઓ : ‘શ્રી મહાનિશીથ સૂત્ર', અધ્યયન ૬, ગાથા ૧૪૮
'वासलक्खंपि सूलीए, संभिन्नो अच्छिया सुहं ।
अगीयत्थेण सम एक्कं, खणपि न संवसे ।।' ૨- જુઓ : આચાર્યશ્રી શિવકોટિજીકત, ‘ભગવતી આરાધના', ગાથા ૧૧૬ની ટીકા
'सुखशीलजनेऽभ्युत्थानं कर्मबंधनिमित्तं प्रमादस्थापनोपबृंहणकारणात् ।' ૩- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૬૭ (ઉપદેશનોંધ-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org