________________
ગાથા-૨૬
૪૯૫
પણ જીવને પૂર્વે અનેક વાર મળી ચૂક્યો છે, છતાં તે ફળવાન થયો નથી. આ નિષ્ફળતાનાં કારણો દર્શાવતાં શ્રીમદ્ લખે છે –
“તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે ..... તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો!'
જીવને સાક્ષાત્ સત્પરુષનો યોગ ઘણી વાર થયો હોવા છતાં દૃષ્ટિની મલિનતાના કારણે તેવી સતુમૂર્તિ પ્રત્યે બાહ્ય લક્ષ રહે છે. આત્માભિમુખ વલણના અભાવે લૌકિક ભાવે સત્સમાગમ કરવાથી તેમના પ્રત્યે તેને અલૌકિક માહાભ્ય જાગતું નથી અને પરિણામે જે પરમ પ્રેમે સત્સંગની ઉપાસના થવી જોઈએ તે થતી નથી. વળી, દૃષ્ટિની મલિનતાના કારણે સદ્ગુરુના પ્રત્યક્ષ યોગમાં પણ તે જીવ સદગુરુના આશયથી વિમુખપણે વર્તે છે. તેના મૂળમાં તેનું મતાગ્રહપણું, સ્વચ્છંદપણું, માનાદિની કામના આદિ હોય છે. આ દોષોની વિદ્યમાનતાએ તે સજીવનમૂર્તિ પ્રત્યે તેને સમર્પણબુદ્ધિ થતી નથી. પરિણામે જેમનું આરાધન કરવું ઘટે છે એવા સત્પરુષ પ્રત્યે કાં તો અવિશ્વાસપણું વર્તે છે, કાં તો વિમુખપણું હોય છે. સમર્પણબુદ્ધિના અભાવે તેને સત્પરુષનાં વચનમાં ભૂલ જોવાનાં-શોધવાનાં પરિણામ વર્તે છે. તે તેમનાં વચનમાં કુશંકા કરે છે, તેમના બાહ્ય આચરણમાં દોષ જુએ છે અથવા તો તેમને પોતાના જેવા કહ્યું છે. વળી, યથાર્થ ઓળખાણના અભાવે ઊંડે ઊંડે સત્પરુષનાં મન-વચન-કાયાનાં ઉદયપરિણામ પ્રત્યે અથવા તેમની કોઈ ને કોઈ બાબતમાં સંદેહ રહ્યા કરે છે. આમ, અધૂરો નિશ્ચય, અપરિપક્વ વિચારદશા, શંકાશીલતા વગેરેના કારણે કુતર્ક ઊપજે છે અને તેના ભાવમાં ડામાડોળપણું રહે છે. વળી, જીવના કલ્યાણ અર્થે સત્પરુષ તેના દોષો માટે ટકોર કરે ત્યારે પણ તે જીવનું વલણ આત્મહિતથી વિમુખ હોવાથી તેને તે વચનો હિતકારી લાગતાં નથી, પણ કઠોર અને અપ્રિય લાગે છે. પોતામાં રહેલા અહંના કારણે તે સપુરુષનાં વચનોનો સમ્યકપણે વિચાર કરી, દોષોનો સ્વીકાર કરવાને બદલે સદ્ગુરુમાં જ દોષ જુએ છે. આવા દુરાગ્રહી જીવો સગુરુ દ્વારા પરમાર્થલાભ પામી શકતા નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે ગુરુ પ્રસન્ન થઈને ઉપદેશ આપે તોપણ કદાહી પુરુષ તે ઉપદેશને ગ્રહતો નથી, જેમ મીઠી દ્રાક્ષ ઊંટ આગળ મૂકીએ તોપણ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૬૯ (પત્રાંક-૬૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org