________________
૪૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે તજીને ઊંટ કાંટાને ખાય છે.'
સદ્ગુરુની દુરાગ્રહાદિ છેદનારી વાણી સાંભળી પોતાનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન છેદવાને બદલે મતાર્થી જીવ સદ્ગુરુથી વિમુખ દૃષ્ટિએ વર્તે છે અને આત્મહિતને પામતો નથી. તે સદ્ગુરુના યોગમાં રહેવા છતાં તેમના આશય સાથે સર્વસમ્મત થતો નથી. કદાપિ તે વચન અને કાયાથી તેમની આજ્ઞાનું આરાધન કરતો હોય તો પણ મનથી તો તે વિમુખ જ રહે છે. દુરાગ્રહરૂપ પોતાના મતને પકડી રાખવો તે જ જીવનું મતાર્થપણું છે. સત્પરુષ કલ્યાણનો લોકોત્તર માર્ગ બતાવનાર છે એમ જાણવા છતાં મતાર્થી જીવ પોતાના માનની રક્ષા અર્થે, પરમાર્થમાં જોડનારી અવિરોધ વાણી પ્રતિ દુર્લક્ષ સેવી, વિપરીત દૃષ્ટિના આરાધક થઈ અસદ્ગુરુના યોગમાં સંતોષ માને છે અને પોતાના મતાર્થને પોષણ આપે છે. પોતાનાં મતની અને માનની રક્ષા કરવારૂપ મતાર્થના કારણે તે અસદ્ગુરુનો આશ્રય ગ્રહણ કરે છે અને તેમનામાં પોતાનો વિશ્વાસ દઢ કરે છે. અસદ્ગુરુ પાસે પોતાના અહંનું પોષણ થતું હોવાથી તેને તે સંગ વિશેષ રુચિકર લાગે છે. શ્રીમદ્ લખે છે –
અજ્ઞાનીનો સકામ ઉપદેશ હોય છે; જે સંસાર ફળનું કારણ છે. તે રુચિકર, રાગપોષક ને સંસાર ફળ દેનાર હોવાથી લોકોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીનો માર્ગ વધારે ચાલે છે.”
આત્મજ્ઞાનરહિત, અહં-મમની સોડ તાણીને મોહનિદ્રામાં પડ્યા રહેતા બહિર્મુખ અસરુના આદેશ-ઉપદેશને તહત્તવાણી' કરતા રહીને તેમના પગ પખાળતા રહેવામાં તે પોતાના જીવનનું સાર્થક્ય માને છે. અસગુરુના સંગમાં મળતા માન-સન્માનથી આકર્ષાઈને તે સદ્દગુરુથી વિમુખ થાય છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
..... મતાર્થથી એક એવી પ્રકૃતિ પડી જાય છે કે ક્યારેક મહત્વ પુણ્યના યોગે કોઈ સદગુરુનો પ્રત્યક્ષ યોગ મળે, તો પણ પ્રથમ તો તેનું ઓળખાણ થતું નથી. કદાચ તે પુરુષમાં કંઈ વિશેષતા હોવાનું લક્ષમાં આવે, તો પણ તેની ન્યાયયુક્ત ઉપકારક અવિરોધ વાણીનો સ્વીકાર કરવાનું તેને સૂઝતું નથી, કારણ પોતાના સંપ્રદાયમાં પોતાને કંઈ માનનો યોગ મળતો હોય તે માનના લાભની જાળવણી અને રક્ષા ત્યારે જ થઈ શકે કે જો તે સંપ્રદાય પર અંકુશ ધરાવતા એવા ગુરુ પ્રત્યે, પછી ભલે તે ગુરુ જ્ઞાનરહિત બાહ્ય ત્યાગી હોય, તો પણ તેમના પ્રત્યે પોતાની મુમુક્ષુતા દૃઢ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૫૭
'गुरुप्रसादीक्रियमाणमर्थं गृह्णाति नासद्हवांस्ततः किम् ।
द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कंटकभुङ्न भुंक्ते ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૭ (ઉપદેશછાયા-૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org