________________
ગાથા- ૨૬
४८७
છે, એમ બતાવી શકે. આ પ્રમાણે નિજ માનના રક્ષણ અર્થે ખરેખર સાચા જ્ઞાની મહાત્માનો પ્રત્યક્ષ યોગ હોય, તો પણ તેમનાથી વિમુખ રહી અસદ્દગુરુનો આશ્રય કરે તે મતાર્થી જીવનું લક્ષણ છે.”
આમ, મતાર્થી જીવમાં મુમુક્ષુતાનો અભાવ હોવાથી માનાદિના કારણે તે સતુને સતું જાણવા છતાં સત્ રહણ નથી કરતો અને અસતુને અસતું જાણવા છતાં અસતું મૂકતો નથી. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય તેવી વાત છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી અને એ જ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ છે. સદ્ગુરુનો અનાદર કરવો અને અસદ્ગુરુનો આદર કરવો તે પ્રગટ અનંતાનુબંધીનું સ્વરૂપ છે, અર્થાત્ પ્રત્યક્ષ સત્પરુષથી વિમુખ વર્તવું અથવા તેઓ પ્રત્યે ઉપેક્ષિત ભાવે વર્તવું તે સમ્યક્ત્વરોધક અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ છે. સુદેવ, સુગુરુ અને સુધર્મની જે પ્રકારે અવજ્ઞા થાય કે વિમુખ ભાવ થાય; તેમજ અસદુદેવ, અસદ્ગુરુ તથા અસદ્ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય; તે સર્વ અનંતાનુબંધી કષાય છે. જે આત્મજ્ઞાનરહિત છે, અધર્મરૂપ વિષયકષાયાદિનું જેમનામાં પરિણમન છે અને માનાદિથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્મા યોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે એવા અસગુરુનો તુચ્છ માનને અર્થે આદર કરવો અને સન્દુરુષની ઉપેક્ષા કરવી તે અનંત સંસાર વધારનારું કૃત્ય છે. શાસ્ત્રકારોએ તો ત્યાં સુધી કહ્યું છે કે શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવોએ ભય, આશા, સ્નેહ અને લોભથી પણ કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુઓને પ્રણામ તથા તેમનો વિનય ન કરવા જોઈએ.
અસદ્દગુરૂના સેવનથી જે મિથ્યા ભાવ થાય છે, તે હિંસાદિ પાપોથી પણ મહાન પાપ છે, કારણ કે તેના ફળમાં નિગોદ-નરકાદિ પ્રાપ્ત થાય છે અને ત્યાં જીવ ઘણા કાળ સુધી મહાસંકટ પામે છે તથા તેને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય છે. લોકલાજથી કે માનાદિ કામનાથી પણ અસગુરુનું સેવન નહીં કરવાની ભલામણ જ્ઞાનીઓએ કરી છે, કારણ કે તેનાથી ઘણા કાળ સુધી મહાદુઃખ સહન કરવું પડે છે. આ સંદર્ભમાં કોઈને પ્રશ્ન થાય કે “મારા અંતરંગમાં તો સત્ય શ્રદ્ધાન છે, પરંતુ બાહ્ય લાદિ વડે અસદ્ગુરુ પ્રતિ શિષ્ટાચાર કરું તો તેમાં કોઈ દોષ છે?' તેનું સમાધાન એમ છે કે કોઈ બલાત્કારથી મસ્તક નમાવીને હાથ જોડાવે ત્યારે એમ સંભવે છે કે ‘મારું એમાં અંતરંગ ન હતું, પણ પોતે જ જ્યાં માનાદિ વડે કે લજ્જાદિ કારણે નમસ્કારાદિ કરે ત્યાં અંતરંગમાં સત્ય શ્રદ્ધાન કઈ રીતે સંભવે? જેમ કોઈ પોતાના ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૦૫-૧૦૬ ૨- જુઓ : આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીકૃત, ‘રત્નકાંડ શ્રાવકાચાર', શ્લોક ૩૦
'भयाशास्नेहलोभाच्च कुदेवागमलिंगिनाम् । प्रणाम विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org