________________
ગાથા-૨૦
૩૯૯ તે વિનય છે. જે કાર્યોમાં સદ્ગુરુની સંમતિ ન હોય તે કાર્યોનો ત્યાગ કરવો અને જે કાર્યોમાં તેમની અનુમોદના હોય તે અવશ્ય આદરવાં તે તેમનો વિનય છે. આવા વિનય વિના પરમાર્થની પ્રાપ્તિ શક્ય નથી. અહંકારનો નાશ થયા વિના આત્મશોધન થઈ શકતું નથી અને આત્મશોધન વિના શાંતિ કે સુખ પ્રાપ્ત થતાં નથી. તેથી અહંકારનો લય કરવો અત્યંત આવશ્યક છે, જે અર્પણતા દ્વારા થઈ શકે છે. તેમનાં વચનો પ્રત્યે બહુમાન થાય, વિશ્વાસ આવે કે મારું હિત તેમની આજ્ઞા આરાધવામાં જ છે, ત્યારે જ સાચા વિનયની પ્રાપ્તિ થાય છે. પોતાનાં સર્વ પ્રકારનાં સ્વચ્છંદ, મત, આગ્રહ, વિષયાસક્તિ, પ્રમાદ તજીને જે સગુરુ-આજ્ઞાનું શીધ્ર પાલન કરે છે તે વિનીત શિષ્ય છે.
વિનયવાન શિષ્ય સદ્ગુરુ પોતાથી પ્રસન્ન રહે એવું વર્તન સદૈવ રાખે છે. જ્યારે સદ્ગુરુ ટકોર કરે ત્યારે અવિનીત શિષ્ય તેને ચાબખા, આક્રોશ માને છે, પરંતુ વિનીત શિષ્ય તો તેને મલયાચલના આહલાદક પવન સમાન ગણે છે. અવિનીત શિષ્યને હિતવાક્ય પણ દ્વેષનું નિમિત્ત બને છે, જ્યારે વિનીત શિષ્યને તો કઠોર શિક્ષા પણ આત્મોન્નતિનું ઉત્તમ નિમિત્ત બને છે. તે તો પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે સદ્ગુરુના ઠપકાથી તે ખોટે માર્ગે જતાં રોકાયો અને આત્માનું અહિત કરતાં અટક્યો. તે કોઈ પણ જાતના વાંધા કે તકરાર વગર આજ્ઞાને અનુસરે છે. આવી નમતા અને બહુમાન પ્રગટે ત્યારે જ વિનયમાર્ગની પ્રાપ્તિ થઈ કહેવાય છે.
આમ, વિનય એ સર્વ કલ્યાણનું ભાજન છે, જેમાં બીજા ગુણો પણ ઝીલી શકાય છે. વિનય દ્વારા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને તપ આદિની સિદ્ધિ થાય છે, તેથી જ તે મોક્ષનું દ્વાર કહેવાય છે. આત્મહિત સાધી લેવાની આ ચાવી છે. જેને મોક્ષમાર્ગે પ્રગતિ સાધવી હોય અને સંસારરોગ મટાડવો હોય, તેણે ગુરુની આજ્ઞાના આરાધનમાં તત્પર થવું. જે તત્પર થશે તે પોતાનું પરમ હિત સાધી મોક્ષે જશે. જે આ વિનયરૂપ ચાવીનો યોગ્ય ઉપયોગ કરશે તે જરૂરી પોતાનું શ્રેય સાધશે. પરંતુ વિનયમાર્ગનું ખરું રહસ્ય, તેનો મૂળ હેતુ તો કોઈ સુભાગ્ય જીવ જ જાણી શકે છે, બાકીના તો આજ્ઞાનું આરાધન એ જ ખરો વિનય છે એમ સમજ્યા વગર કેવળ બાહ્ય વિનયમાં જ રોકાઈ જાય છે. સુભાગ્ય, ભાગ્યશાળી, સુલભબોધિ જીવ જ વીતરાગપ્રણીત વિનયમાર્ગનો પરમાર્થ સમજી શકે છે.
આત્મહિતકારી એવા આ વિનયમાર્ગનો મૂળ હેતુ માત્ર તર્કથી સમજાય તેવો ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૬, શ્લોક ૩૦
'दर्शनज्ञानचारित्रतपः प्रभृति सिध्यति । विनयेनेति तं तेन मोक्षद्वारं प्रचक्षते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org