________________
૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન શ્રીમદ્દના આધ્યાત્મિક અભિગમની વિશદ ચર્ચા કરી છે. શ્રીમદે દર્શાવેલ જસ્થાનકમાં ષડ્રદર્શનનો સમાવેશ કઈ રીતે થાય છે એનું વિધેયાત્મક નિરૂપણ આ ચર્ચાનું જમા પાસું છે. શ્રી પટેલે ગાથા ૧૨૯ થી ૧૪૨ની ચર્ચા કરવાનું પ્રસ્તુત ગણ્યું નથી, જ્યારે ગાથા ૧ થી ૪૨નો (અમુક ગાથા સિવાય) અંગ્રેજી પદ્યાનુવાદ ત્રીજા પ્રકરણ - The path of Self-Realisation'hi Geert sul 9.
શ્રી શાંતિલાલ પટેલકૃત પ્રસ્તુત શોધપ્રબંધ શ્રીમદ્રના તત્ત્વજ્ઞાન ઉપર સુંદર પ્રકાશ પૂરો પાડે છે. જો કે પારિભાષિક શબ્દોના પ્રયોગના કારણે આ મહાનિબંધ સર્વજનને માટે રોચક કે સુગમ બની શકે એમ નથી, પરંતુ દર્શનશાસ્ત્રના ગહન અભ્યાસીને તેની શૈલી તથા છણાવટ અવશ્ય ગમશે. શ્રીમદ્ગી તત્ત્વમીમાંસાની પૂર્વ-પશ્ચિમ વિશ્વના વિવિધ દાર્શનિક સિદ્ધાંતોના પરિપ્રેક્ષણમાં વિસ્તૃત, પ્રમાણિત, તુલનાત્મક અને વિશ્લેષણાત્મક સમીક્ષા તે આ શોધપ્રબંધનું અત્યંત મહત્ત્વનું યોગદાન છે. (૫) “અધ્યાત્મ રાજચંદ્ર’ - ડૉ. ભગવાનદાસ મહેતા
- શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનનું આલેખન કરતો ડૉ. ભગવાનદાસ મહેતાકૃત ગ્રંથ “અધ્યાત્મ રાજચંદ્ર' વિ.સં. ૨૦૨૨ (ઈ.સ. ૧૯૬૬)માં પ્રસિદ્ધ થયો હતો. ૧૦૮ પ્રકરણના આ ગ્રંથમાં ૯૨મું પ્રકરણ છે - આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન : ‘આ અવનિનું અમૃત'. ૧૨ પૃષ્ઠપ્રમાણ આ પ્રકરણમાં ડૉ. ભગવાનદાસ મહેતા પ્રથમ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' તથા શાસ્ત્રકર્તા શ્રીમની અત્યંત અહોભાવભર્યા શબ્દોથી પ્રશસ્તિ કરે છે –
“જેની નકલ કરતાં પણ વધારે સમય લાગે એવા આ આબાલવૃદ્ધ સર્વને ઉપકારી થઈ પડે - એવા અસલ ગ્રંથનું સોળે કળાથી પૂર્ણ અનુપમ તકળાથી નવસર્જન શ્રીમદે આટલા ટૂંકા વખતમાં કર્યું, એ ખરેખર! પરમ અદભુતોનું પરમ અદ્દભુત છે!'
આ લેખમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના સર્જનનો રોમાંચક ઇતિહાસ વર્ણવીને લેખકે આ શાસ્ત્રની સંકલના અને વસ્તુનું સંક્ષેપમાં દિગ્દર્શન કર્યું છે. આ પ્રકરણમાં તેઓ શ્રીમદ્ દ્વારા ઉચ્ચતમ તત્ત્વજ્ઞાનનું અત્યંત સાદા શબ્દોમાં થયેલું અવતરણ, ગુરુશિષ્યસંવાદશૈલીની લાક્ષણિકતા, સદ્ગુરુ તથા સુશિષ્યની વિશિષ્ટ ગુણસમૃદ્ધિ ઇત્યાદિનું સુંદર શબ્દો અને આલંકારિક શૈલીથી યશોગાન કરી, શ્રીમને તથા તેમની આ અમૃતકૃતિને નમસ્કાર કરી તેમણે અંતમંગળ કર્યું છે.
ડૉ. ભગવાનદાસ મહેતા “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નો સુંદર, સંક્ષિપ્ત અને સમય પરિચય આપવામાં સફળ રહ્યા છે એમ કહી શકાય. ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘અધ્યાત્મ રાજચંદ્ર, ત્રીજી આવૃત્તિ, પૃ.૬૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org