________________
ગાથા-૧૦
૨૫૫ જેમનો ઉપયોગ નિશદિન આત્મામાં વર્તે છે એવા જ્ઞાનીની યોગપ્રવૃત્તિ સહજપણે પૂર્વે બાંધેલા કર્માનુસાર થાય છે. કઠપૂતળી જેમ દોરીસંચારથી ચાલે-નાચે છે, તેમ નિરિચ્છ એવા જ્ઞાની પુરુષની મન-વચન-કાયાની પ્રવૃત્તિ અનાસક્ત ભાવે, પ્રારબ્ધોદય પ્રમાણે થાય છે. તેમાં તેમને અહંબુદ્ધિ કે કર્તબુદ્ધિ થતી નથી. જે સમયે જે પ્રારબ્ધ હોય તે નિર્લેપ ભાવે વેદવાની તેમની આચરણા હોય છે. ઉદયક્રમમાં ફેરફાર કરવાની વૃત્તિ તેમને ઊઠતી નથી. તેઓ ઉદયાધીન પ્રવૃત્તિ આસક્તિરહિત કરે છે. શ્રીમદ્ લખે છે –
“જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે.”
- નિજ શુદ્ધાત્મસ્વરૂપની જાગૃતિપૂર્વક અને વાંછારહિતપણે પૂર્વકર્મના ઉદય અનુસાર દેહાદિની જે પ્રવૃત્તિ થાય છે તેમાં તેમને કર્મબંધ નથી થતો, સંવર-નિર્જરા જ થાય છે. તેમના વિષયભોગાદિ બંધનાં કારણ ન થતાં નિર્જરાનાં કારણે થાય છે એમ જે કહ્યું ત્યાં ભોગોનું ઉપાદેયપણું બતાવવાનો આશય નથી, પણ સમ્યગ્દર્શનનો મહિમા સમજાવવાનો આશય છે. તીવ્ર બંધનાં પ્રસિદ્ધ કારણ એવા ભોગાદિ હોવા છતાં પણ યથાર્થ શ્રદ્ધાનના બળે સમ્યગ્દષ્ટિને જે મંદ કર્મબંધ થાય છે તેને ગણતરીમાં ન લેતાં અને ભેદજ્ઞાનના બળથી વિશેષ નિર્જરા થતી હોવાથી, ઉપચારથી ભોગોને બંધનાં કારણ ન કહેતાં નિર્જરાનાં કારણ કહ્યાં છે. પ્રારબ્ધોદયે જ્ઞાનીને ગૃહવાસમાં રહેવું પડે અને ભોગાદિ પ્રવૃત્તિઓ કરવી પડે તોપણ અંતરથી તેઓ અળગા રહે છે. અપૂર્વ આત્મજાગૃતિના કારણે તેઓ સંસારમાં જળકમળવત્ નિર્લેપ રહે છે. તેમનો ઉપયોગ ચૈતન્યસ્વરૂપ પ્રત્યે જ વળેલો રહે છે. પૂર્વકર્માનુસાર ત્રણ યોગની પ્રવૃત્તિ કર્મોની નિવૃત્તિ માટે થતી હોય છે. તેઓ તેમાં આત્મભાવે જોડાતા નથી. તેથી પૂર્વકર્મના ઉદયથી જે કાંઈ બોલવાની, ચાલવાની, વિચારવાની ક્રિયા થાય છે તેમાં પણ જ્ઞાનીને વિપુલ કર્મની નિર્જરા થાય છે. ૨
આત્મામાં સ્થિર થવા સિવાય બીજું કોઈ કાર્ય કરવા જ્ઞાની ઇચ્છતા નથી. જેમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૫૨ (પત્રાંક-૪૦૮) ૨- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૨૩૦
'आस्तां न बन्धहेतुः स्याज्ज्ञानिनां कर्मजा क्रिया । चित्रं यत्पूर्वबद्धानां निर्जरायै च कर्मणाम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org