________________
૨૫૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સદ્ધર્મ જાણે, બોધે; અસધ્ધર્મને અસધ્ધર્મ જાણે, નિષેધે; સદ્દગુરુને સગુરુ જાણે, બોધે; અસદગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે; સદેવને સદૈવ જાણે, બોધે; અસદેવને અસદૈવ જાણે, નિષેધે; ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે; એ પ્રકારે સમદર્શીપણું સમજવું.”
આમ, પ્રાપ્ત વસ્તુમાં, વ્યક્તિમાં અને પરિસ્થિતિમાં ઇષ્ટ-અનિષ્ટપણું ન કરતાં તેમાં સમવૃત્તિએ, અર્થાત્ રાગ-દ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા છે. પોતાનાં સુખશાંતિ-સલામતી ‘પર' ઉપર નિર્ભર નથી એવી જાગૃતિ જ્ઞાનીને સતત હોય છે, તેથી બહારની ઉથલપાથલથી તેઓ વ્યગ્રતા અનુભવતા નથી. તેમને પરમાનંદસ્વરૂપ આત્માની એવી લય લાગી હોય છે કે તેને છોડીને તેઓ બહારની અનુકૂળતા-પ્રતિકૂળતાનો વિચાર પણ કરતા નથી. પ્રારબ્ધાનુસાર બાહ્ય જીવનમાં સુખ-દુઃખના કે માન-અપમાનના પ્રસંગો આવે તોપણ ‘તે બધાથી પોતે અસ્પષ્ટ છે' એવા પ્રકારની જાગૃતિ તેમને નિરંતર રહેતી હોવાથી, બાહ્ય સર્વ ઘટનાઓ અને પરિવર્તનોમાંથી તેઓ દ્રષ્ટાભાવે - સાક્ષીભાવે પસાર થઈ જાય છે. તેમની દૃષ્ટિ સંયોગ પ્રત્યે નહીં પણ સ્વરૂપ પ્રત્યે રહેતી હોવાથી તેઓ કર્મકૃત સંયોગો અને ભાવોથી પર રહે છે. બાહ્ય પરિસ્થિતિઓનાં પરિવર્તનોમાં રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના, શુદ્ધ સ્વરૂપની જાગૃતિથી સમભાવમાં રહી, સંકલ્પ-વિકલ્પની પકડમાંથી તેઓ મુક્ત બની જાય છે. સુખમાં તેઓ મગ્ન નથી થતા કે દુઃખમાં તેઓ ભગ્ન નથી થતા, પરંતુ સુખ-દુ:ખ સમભાવે વેદતા તે સ્થિતપ્રજ્ઞા જ્ઞાની તો સદા નિજાનંદમાં જ નિમગ્ન રહે છે. સંપત્તિથી ફુલાઈ તેઓ છકી જતા નથી કે આપત્તિથી દબાઈ તેઓ દીનતા ભજતા નથી. તુચ્છ તણખલું હોય કે મહામૂલ્યવાન રત્ન હોય, વનની ભૂમિશપ્યા હોય કે મહેલની પુષ્પશધ્યા હોય, માટીનું ઢેકું હોય કે સોનાનો મેરુ હોય, રજકણ હોય કે વૈમાનિક દેવની ઋદ્ધિ હોય, પણ તેઓ તો એ સર્વને એક પુદ્ગલસ્વભાવી માની સમભાવ જ ધરે છે. નિરંતર આત્મામાં જ નિવાસ કરનારા તે આત્મદ્રષ્ટાને એ સર્વ પ્રત્યે સદા સમદષ્ટિ જ વર્તે છે. સ્વરૂપજાગૃતિની કળા તેમણે હસ્તગત કરી હોવાથી ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ ક્ષુબ્ધ થતા નથી. તેમનો સમભાવ ટકી રહેતો હોવાથી તેમને કર્મનો સંવર થાય છે, અર્થાત્ શુભાશુભ કર્મ આવતાં રોકાય છે.
આત્મસ્વરૂપનો અનુભવ કર્યો હોવાથી તેમને આત્મશાંતિ અને આત્મસુખ પ્રાપ્ત થયાં છે. પરવસ્તુઓમાં સુખ લાગતું નહીં હોવાથી તેમને તેની ઇચ્છા પણ થતી નથી. ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૪ (પત્રાંક-૮૩૭) ૨- જુઓ : આચાર્યશ્રી યોગીન્દુદેવકૃત, ‘પરમાત્મપ્રકાશ', અધિકાર ૨, ગાથા ૩૭
'बिण्णि वि जेण सहंतु मुणि मणि सम-भाउ करेइ । vyiĖ પવË તેન નિ સંવર-૩ વેડ઼ IT'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org