________________
ગાથા - ૩૩
- ગાથા ૩૨માં કહ્યું કે કષાયો જેના પાતળા પડ્યા નથી, અંતરંગ વૈરાગ્ય [25] જેને ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને
ભૂમિકા પ્રાપ્ત થયું નથી, સત્યાસત્ય તુલના કરવાની અપક્ષપાતદષ્ટિ જેની પાસે નથી, તે મતાર્થી જીવ દુર્ભાગી છે.
આમ, આત્મકલ્યાણનો ઉપાય યોજતાં યોજતાં જે દુર્ભાગી જીવો માર્ગભ્રષ્ટ થઈ જાય છે, તેમનાં લક્ષણો નવ ગાથાઓ (૨૪-૩૨)માં વિસ્તારપૂર્વક કહી દેખાડ્યાં. હવે આ વિષયનો ઉપસંહાર કરતાં, આ ૩૩મી ગાથામાં શ્રીમદ્ મતાથનાં લક્ષણ દર્શાવવાનું પોતાનું પ્રયોજન બતાવી, આત્માર્થીનાં લક્ષણ દર્શાવવાનો નિર્દેશ કરતાં કહે છે –
“લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ; | ગાથા
હવે કહું આભાર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ.” (૩૩) એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો (અર્થ)
* તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ :- લક્ષણ કેવાં છે? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. (૩૩)
તે પવિત્ર એવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં આત્માર્થીનાં લક્ષણો દર્શાવવામાં ભાવાર્થ
આવે તે સ્વાભાવિક છે, પરંતુ મતાર્થીનાં લક્ષણો અને તે પણ આટલી સૂકમતાથી શા માટે દર્શાવાયાં હશે એવો પ્રશ્ન જો કોઈને ઊઠે તો તેનું નિરાકરણ કરતાં શ્રીમદ્ કહે છે કે મતાર્થી જીવનાં લક્ષણ સવિસ્તર બતાવવાનો એકમાત્ર હેતુ એ છે કે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો વાચક પોતાનામાં એવું કોઈ પણ હોય તો તે દૂર કરવાનો પ્રયત્ન કરે. મતાર્થિતાના સદ્દભાવમાં એવી મૂઢતા આવી જાય છે કે જીવ પોતાના દોષ જોઈ શકતો નથી. પોતાનામાં મતાર્થીપણું હોવા છતાં ન દેખાતું હોય તો તે દૃઢતાના નામે જડતા અને ધર્મના નામે અધર્મ સેવે છે. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં મતાર્થીપણું ઓળખવાની નિશાનીઓ એટલી સ્પષ્ટ અને સચોટપણે દર્શાવી છે કે તેને મધ્યસ્થતાથી વિચારવામાં આવે તો પોતામાં રહેલું મતાર્થીપણું નજરમાં આવ્યા વિના રહે નહીં. આ લક્ષણો વાંચવા-વિચારવાથી મતાર્થી જીવ પોતામાં રહેલા દોષો ઓળખી શકે અને તેનો ત્યાગ કરી શકે એ જ હેતુએ વિસ્તારથી તેનું વર્ણન કર્યું છે.
આમ, મતાર્થીનાં લક્ષણો દર્શાવવા પાછળ શ્રીમન્નો એકમાત્ર પરમાર્થ આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org