SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૨ ૫૮૭ પણ વાસ્તવિક વૈરાગ્ય નથી, પરંતુ તે રાગનો ઘાતક છે. મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવતાં શ્રીમદ્ કહે છે – દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે, ઉઘાડા પગે તડકે ચાલવું પડશે તેટલી મુશ્કેલી છે, પણ તેમ તો સાધારણ ખેડૂતો કે પાટીદારો પણ તડકામાં કે ઉઘાડા પગે ચાલે છે, તો તેની પેરે સહજ થઈ રહેશે; પણ બીજી રીતે દુઃખ નથી અને કલ્યાણ થશે.” આવી ભાવનાથી દીક્ષા લેવાનો જે વૈરાગ્ય થાય તે “મોહગર્ભિત વૈરાગ્ય'.” આમ, વૈરાગ્યનું સ્વરૂપ સમજ્યા વિના મોહગર્ભિત કે દુઃખગર્ભિત વૈરાગ્યથી લીધેલા બાહ્ય ત્યાગથી વિષય-કષાયનો ઘટાડો થઈ શકતો નથી. આ બન્ને પ્રકારના વૈરાગ્ય તે આર્તધ્યાન છે અને તેનું મોક્ષમાર્ગમાં કોઈ સ્થાન નથી. સ્વરૂપલક્ષ વિનાનો વૈરાગ્ય તે યથાર્થ વિરક્તિ છે જ નહીં, પણ રૂંધાયેલો કષાય જ છે. જેમ અગ્નિના નિમિત્તે દૂધનો ઉભરો આવે, પણ તે ઉભરામાં પોલાણ હોય છે; અર્થાત્ દૂધ વધ્યું હોય એમ લાગે છે, પણ ત્યાં ખરેખર દૂધ વધતું નથી; તેમ આત્માના સાચા લક્ષ વિનાનો વૈરાગ્ય તે પોલો વૈરાગ્ય છે, દબાયેલો કષાય જ છે, ત્યાં કંઈ ગુણવૃદ્ધિ થતી નથી. એકમાત્ર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ યથાર્થ વૈરાગ્ય છે. મતાર્થી જીવને મોક્ષાભિમુખ વલણ નહીં હોવાથી અંતરંગ વૈરાગ્ય હોતો નથી અને જ્યાં સુધી ચિત્તમાં વૈરાગ્ય ન જાગ્યો હોય ત્યાં સુધી જીવમાં જ્ઞાન પામવાની યોગ્યતા પણ આવતી નથી. શ્રીમદે દર્શાવેલાં લક્ષણો ઉપરથી સ્પષ્ટ થાય છે કે બને પ્રકારના મતાથ જીવોમાં અંતરંગ વૈરાગ્યનો અભાવ હોય છે. નિશ્ચયાભાસી જીવને અંતરવિરક્તિ હોતી નથી અને તેમાં કારણભૂત એવાં ત્યાગ-વૈરાગ્યાદિ સાધનોનો પણ લોપ કર્યો હોવાથી અંતરંગ વૈરાગ્યાદિને અવકાશ રહેતો નથી; જ્યારે વ્યવહારાભાસી મતાર્થી બાહ્ય ત્યાગ-વૈરાગ્ય કરે છે, તોપણ અંતર્લક્ષ નહીં હોવાથી તે વૃત્તિને શુદ્ધ કરતો નથી અને વ્રતોનું અભિમાન કરે છે અને તે જ તેનામાં આંતર વિરક્તિનો અભાવ હોવાનું સૂચન કરે છે. આમ, બન્ને પ્રકારના મતાર્થીઓને અંતરંગ વૈરાગ્યનો અભાવ હોય છે. (૩) “સરળપણું ન' મતાર્થી જીવમાં સરળપણું હોતું નથી. સરળતા એટલે દોષ સ્વીકાર કરવારૂપ તથા ગુણ ગ્રહણ કરવારૂપ કોમળતા. મુમુક્ષુની ભૂમિકામાં સર્વ પ્રકારના દોષનો નાશ કરવા તથા ગુણો ખીલવવા માટે સરળતા અત્યંત આવશ્યક છે. સરળતા એ દોષોને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૫ (ઉપદેશછાયા-૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy