________________
૨૦૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
અભિપ્રાયની શુદ્ધિ ન હોવાથી તે સાચી શાંતિથી વંચિત રહે છે. ત્યાગાદિ ક્રિયાઓ મિથ્યા અભિપ્રાયપૂર્વક કરવામાં આવતી હોવાથી તેના સંસારચક્રને બળ મળે છે.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવે વિષયભોગોનો ત્યાગ કરવો ઘટે છે, પરંતુ પરપદાર્થને ત્યાગીને પણ જો જ્ઞાનશક્તિને નિજસ્વભાવમાં સ્થાપવામાં ન આવે તો આત્મપ્રાપ્તિની સંભાવના રહેતી નથી. પરથી હટ્યા વિના સ્વમાં આવવું શક્ય નથી અને પરથી હટવાની જ માત્ર દૃષ્ટિ રહે અને સ્વનું લક્ષ ન રહે તો તે એક પરમાંથી છૂટીને બીજા પરમાં પરોવાઈ જવાય છે. ધર્મ તો સ્વમાં સ્થિર થવું તે છે, તેથી બાહ્ય પદાર્થોથી દૂર હટવાનો મહિમા યોગ્ય નથી. સ્વભાવગ્રહણના મહિમાપૂર્વક રાગાદિ ભાવોની નિવૃત્તિ એ જ ખરો ત્યાગ છે. નિજશુદ્ધાત્માને ગ્રહણ કરીને બાહ્ય અને અત્યંતર પરિગ્રહની નિવૃત્તિ એ ત્યાગ છે.૧ પરંતુ ક્રિયાજડને સ્વરૂપનો મહિમા ન હોવાથી તેને પરપદાર્થના ત્યાગનું જ માહાત્મ્ય લાગે છે અને તેથી તે તેમાં જ અટકી જાય છે, સંતોષાઈ જાય છે. ખરો ત્યાગ તો મિથ્યાત્વનો અને રાગનો છે એ તથ્યથી તે અજાણ છે. દૃષ્ટિ યથાર્થ હોવી જોઈએ એવું ભાન ન હોય અને જે માત્ર બહારથી બધું છોડી દે તેણે ખરેખર કાંઈ છોડ્યું નથી. પરપદાર્થથી મને લાભ-નુકસાન થાય તેવી પરાશ્રિતબુદ્ધિ પડી છે તેણે બધું છોડ્યું હોય તોપણ તેણે કાંઈ છોડ્યું નથી. મિથ્યાત્વરૂપી મહાપાપના સદ્ભાવમાં જીવ ગમે તેટલાં બાહ્ય ત્યાગાદિ કરે તોપણ તેનો સંસાર ટળતો નથી.
અહીં કોઈને એમ વિકલ્પ થાય કે ‘તો શું અમારે ત્યાગ ન કરવો?' તો તેનું સમાધાન એ છે કે ‘ત્યાગ નહીં કરવો' એમ કશે પણ કહ્યું નથી, ઊલટું ‘ત્યાગનું ફળ મોક્ષ અને અત્યાગનું ફળ સંસાર' એમ દર્શાવ્યું છે. પરંતુ વિચારવું કે ત્યાગ શેનો? મિથ્યાત્વનો કે પરવસ્તુનો? મિથ્યાત્વનો ત્યાગ કર્યા પછી ક્રમે ક્રમે સ્વરૂપની સ્થિરતા વડે રાગનો ત્યાગ થતો જાય છે અને પ્રાંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાગનો આ વાસ્તવિક ક્રમ છે. વસ્તુતઃ જેનું ગ્રહણ હોય તેનો જ ત્યાગ સંભવે. આત્મા અને પરવસ્તુ બન્ને તદ્દન ભિન્ન દ્રવ્ય હોવાથી જીવ ક્યારે પણ પરવસ્તુનું ગ્રહણ કરી જ શકતો નથી, તો પછી એના ત્યાગનો પ્રશ્ન જ સંભવતો નથી. જેમ નદીના વહેતા પાણીને જોઈને કાંઠે ઊભેલો માણસ એમ માને ‘આ પાણી મારું છે' અને પછી તે કહે કે ‘હવે હું આ પાણી છોડી દઉં છું' તો તે અયથાર્થ જ કહે છે. ખરેખર તો તેણે પાણીને પકડ્યું પણ નથી અને છોડ્યું પણ નથી, પાણી તો તેના પ્રવાહમાં વહ્યું જ જાય છે. તે માણસે પાણીનાં ગ્રહણ-ત્યાગની માત્ર માન્યતા કરી છે. ખરેખર તે પોતે તો પાણીનાં ગ્રહણ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પ્રવચનસાર’ની આચાર્યશ્રી જયસેનજીકૃત ટીકા, ‘તાત્પર્યવૃત્તિ’,
ગાથા ૨૪૦
'निजशुद्धात्मपरिग्रहं कृत्वा बाह्याभ्यन्तरपरिग्रहनिवृत्तिस्त्यागः । '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org