________________
ગાથા-૨
૧૨૭ સમાપ્ત થતી જાય છે અને આજીવિકા પ્રયત્નસાધ્ય થતી જાય છે, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિના અવસરનાં દ્વાર ખૂલી જાય છે. ચોથા આરામાં તીર્થકરો વિદ્યમાન હોય છે અને મુક્તિમાર્ગ પણ ચોથા આરામાં જ ચાલુ થાય છે. આ દૃષ્ટિએ ચોથા આરાનો કાળ અત્યંત મહત્ત્વપૂર્ણ કાળ છે. અવસર્પિણી કાળના પંચમ આરામાં તીર્થકરોની વિદ્યમાનતા કે મુક્તિની પ્રાપ્તિ હોતી નથી. છેલ્લા છઠ્ઠા આરામાં ધર્મ, નીતિ અને સત્કર્મનો પણ અભાવ થાય છે. આ પ્રમાણે અનંત કલ્પકાળ વીતી ચૂક્યા છે અને ભવિષ્યમાં અનંત થશે. આ વ્યવસ્થા ભરત ક્ષેત્રની અને ઐરાવત ક્ષેત્રની છે, જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથા આરા જેવી સ્થિતિ રહે છે.
આ ભરત ક્ષેત્રે વર્તમાને વર્તી રહેલો કાળ તે અવસર્પિણી, એટલે કે ઊતરતા કાળનો પાંચમો આરો છે. અનંત કાળચક્રનો આ વર્તમાનમાં વર્તી રહેલો અવસર્પિણી કાળ તો એટલો બધો દુષ્ટ છે કે તે હુંડાવસર્પિણી' કહેવાય છે. હુંડ એટલે જેના આકારનું કોઈ ઠેકાણું નથી એવો બેડોળ આ અવસર્પિણી કાળ છે અને તેમાં આ પાંચમો આરો દુષમ કાળ તરીકે પ્રસિદ્ધ છે. તેમાં ધર્મની વિશેષ વિશેષ હાનિ જોવામાં આવે છે. આવા પંચમ કાળના સ્વરૂપ વિષે શ્રીમદ્ લખે છે –
“નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળતત્ત્વોમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પારિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિકજ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.”
શ્રીમદે જણાવ્યું છે તેમ, આ કાળમાં મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામેલી દેખાય છે. ધર્મનું સ્વરૂપ બહુ જ અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે. બાહ્ય કુટારો ખૂબ વધી ગયો છે અને અંતરમાર્ગનો તો લગભગ લોપ થઈ ગયો ૧- જુઓ : “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૦૬ (પત્રાંક-૫૦૪)
‘ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષમકાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આવો દુષમકાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતિપૂજા નામે આશ્ચર્યવાળો હુંડ-ધીટ-એવો આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થકરાદિકે ગણ્યો છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે; સાક્ષાત એમ જાણે ભાસે છે.” ૨- એજન, પૃ.૧૧૭ (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૮૧, ‘પંચમકાળ')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org