________________
ગાથા - ૧૬
ભૂમિકા
| ગાથા)
ગાથા ૧૫માં કહ્યું કે જીવ જો સ્વચ્છંદને રોકે તો તે અવશ્ય મોક્ષને પામે
અને આમ કરીને જ ભૂતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે એમ જિનેશ્વર ભગવાને ભાખ્યું છે.
એક સ્વચ્છંદના કારણે જીવને સત્ની પ્રાપ્તિ થઈ નથી, થતી નથી અને થશે નહીં એમ કહી શ્રીમદે સ્વછંદ કેટલો દુઃખદાયી છે અને તેને રોકવો કેટલો આવશ્યક છે તે બતાવ્યું. આ મહાબંધનરૂપ સ્વચ્છંદની નિવૃત્તિ કઈ રીતે થઈ શકે એ જાણવું કલ્યાણકારી હોવાથી હવે ૧૬મી ગાથામાં શ્રીમદ્ સ્વચ્છંદ ટાળવાનો ઉપાય બતાવતાં કહે છે –
“પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વચ્છેદ તે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.” (૧૬) પ્રત્યક્ષ સરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ અર્થ)
બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. (૧૬)
2 સ્વચ્છેદનિરોધનો અમોઘ ઉપાય બતાવતાં શ્રીમદ્ અત્રે કહે છે કે જીવ ભાવાર્થ
| જો પ્રત્યક્ષ સગુરુના આશ્રયે વર્તે તો, અર્થાત્ તેમની આજ્ઞાએ વર્તે તો તેનો સ્વચ્છેદરૂપ મહાદોષ સુગમતાથી વિલય પામે છે. બાકી પોતાની મતિકલ્પનાથી જીવ બીજા અનેક ઉપાયો અજમાવી જુએ તોપણ સ્વચ્છંદનો નાશ થઈ શકતો નથી અને ક્યારેક તો બમણો પણ થાય છે, અર્થાત્ જે સ્વચ્છંદ હતો તે વધુ દૃઢ થાય છે; અને તે એટલો મજબૂત થાય છે કે નીકળવો અત્યંત દુષ્કર થઈ પડે છે. સગુરુના આશ્રય વિના ગમે તેટલા ઉપાય કરે તો પણ જીવનો સ્વછંદ ટળતો નથી, પણ પ્રાયઃ બમણો થાય છે.
જીવ સ્વચ્છંદને ટાળવાનો ઉપાય પણ પોતાની ઇચ્છા અનુસાર નક્કી કરે છે. ક્રિયાજડ ક્રિયા મૂકી જ્ઞાનની વાતોમાં પોતાને જોડી દે છે અને શુષ્કજ્ઞાની જ્ઞાનચિંતન મૂકી ક્રિયામાં લાગી જાય છે અને સ્વચ્છંદ તો જેવો હતો તેવો જ રહે છે. તેથી જ અહીં કહ્યું છે કે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ હોય તો જ સ્વચ્છંદ ટળે, અર્થાત્ સજીવનમૂર્તિ એવા સદ્દગુરુની આજ્ઞાએ વર્તતાં સ્વચ્છંદ રોકાય છે અને તે રોકાતાં જીવ અવશ્ય મોક્ષ પામે છે. તેથી જેને સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા હોય તેણે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org