________________
પ૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રસને જીવ પોતે સમજી શકતો નથી અને તેથી તેનો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ માત્ર ધારણારૂપે અને પરલક્ષી થઈ જાય છે. આવો પરલક્ષી અભ્યાસ વિપરીત શ્રદ્ધાને સમ્યક બનાવવા સમર્થ હોતો નથી. સ્વલક્ષી અભ્યાસ જ સમ્યક્ પ્રતીતિને ઉત્પન્ન કરી શકે છે. સ્વલક્ષી જ્ઞાન ભાવના ઊંડાણમાં જાય છે, જેથી સ્વભાવ-વિભાવની પરખ કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે; પરંતુ પરલક્ષી જ્ઞાન તો સ્થૂળપણે ઉપર ઉપર પ્રવર્તીને માત્ર ધારણા કરે છે. સ્વલક્ષી જ્ઞાનમાં થયેલો આત્મસ્વરૂપનો નિર્ણય સ્વરૂપની અનન્ય રુચિ, સ્વરૂપનો અચિંત્ય મહિમા અને અંતર્મુખી પુરુષાર્થનું જોર ઉત્પન્ન કરે છે; જ્યારે પરલક્ષી જ્ઞાનમાં થયેલો સ્વરૂપનો નિર્ણય રુચિ, મહિમા કે પુરુષાર્થ જાગૃત કરી શકતો નથી. આમ, સ્વલક્ષી જ્ઞાન જ સ્વરૂપસ્થિરતાનું કારણ થઈ શકે છે.
નિજહિતની તીવ્ર ભાવનાના કારણે આત્માર્થી જીવ જ્યારે અવલોકનની ભૂમિકામાં આવે છે ત્યારે પોતાનામાં ચાલતાં પરિણામોને સમજવાનો અભ્યાસ ચાલે છે. વારંવાર અવલોકન કરતાં તેને પોતાનામાં અનેક પ્રકારના અવગુણો દેખાય છે. અવગુણ ટાળવાના લક્ષવાળા જીવને અનેક પ્રકારના વિભાવભાવોમાં આકુળતાનો અનુભવ થાય છે, તે તે ભાવોની અરુચિ જન્મે છે અને ત્યાંથી ખસવાની સહજ વૃત્તિ ઉદ્દ્ભવે છે; પણ જેના લક્ષમાં આત્મકલ્યાણની ભાવના નહીં પણ માનાદિની જ કામના છે એવા શબ્દજ્ઞાની - શુષ્કજ્ઞાનીને વિભાવનો કંટાળો હોતો નથી. તે માન મેળવવાના પ્રયત્નમાં જ પોતાનો કાળ વિતાવે છે. બહિર્મુખતાના કારણે તેનો સર્વ અભ્યાસ પરમાર્થપ્રાપ્તિ અર્થે નહીં પણ લોકરંજન અર્થે હોય છે. આ સંદર્ભમાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
“કોઈ કેવળ નિશ્ચયનયાવલંબી શુષ્કજ્ઞાનીને મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કંઈ વિશેષ વર્તતો હોવાથી, તેનામાં બુદ્ધિ ચાતુર્ય, તર્કશક્તિ અને સમજાવવાની આકર્ષક શૈલી, શુભ વાચાર્ગણાના યોગથી શબ્દનો ધોધ અને આનંબર અને શુભ નામકર્મના ઉદયથી આકર્ષક દેહ, મધુર કંઠ એ આદિની ઉપલબ્ધિ હોય છે. બાહ્ય દષ્ટિએ જોનાર મનુષ્યો આથી તેમની તર્કશક્તિ (જે દૂષિત છે) અને વાણીના પ્રવાહમાં તણાઈ જાય છે અને તેના અનન્ય ભક્ત બને છે.
અજ્ઞાની ભોળા જીવ આ શુષ્ક અધ્યાત્મીની વાણીમાં અપૂર્વતા જુએ છે, તેથી વાણીને અપૂર્વ વાણી કહે છે, (દોષિત) શુષ્ક જ્ઞાનનો પ્રચાર કરતાં હોવા છતાં તેને અધ્યાત્મયોગી કહે છે.”
ભાવરસની આદ્રતા વિનાના શુષ્કજ્ઞાનીઓ જ્યારે તર્ક કે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરીને પોતાનું બુદ્ધિબળ બતાવવા મંડી પડે છે, ત્યારે સત્યશોધનની નિષ્ઠાને બદલે પોતાનું કહેલું જ ખરું છે એવું સિદ્ધ કરવાની લાલચમાં પડી જાય છે. પછી તો ભ્રામક ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ.૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org