________________
ગાથા - ૩૧
| ગાથા
આથી
ગાથા ૩૦માં કહ્યું હતું કે જેઓ જ્ઞાનદશા કે સાધનદશા પામ્યા નથી એવા ભૂમિકા
શુષ્ક-અધ્યાત્મી ગુરુ કે કહેવાતા સાધકોનો સંગ ભવસાગરમાં ડુબાડનાર છે. શુષ્કજ્ઞાની - નિશ્ચયાભાસી જીવ આત્માર્થ પામી શકતા નથી. આવા જીવોની ગણતરી પણ શ્રીમદે મતાર્થીમાં કરી છે. તેનું પ્રયોજન દર્શાવતાં શ્રીમદ્ કહે છે –
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; (ગાથા)
પામે નહિ પરમાર્થને, અન્-અધિકારીમાં જ.” (૩૧) 2 એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળ
ધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. (૩૧)
તે શુષ્કજ્ઞાની જીવ પણ મતાર્થમાં જ પ્રવર્તે છે, અર્થાત્ તે પોતાના મતને ભાવાર્થ
સાચવવામાં રોકાઈ જવાથી આત્માર્થ ચૂકી જાય છે અને પરમાર્થને પામી શકતો નથી. પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં “પણ” શબ્દ દ્વારા શ્રીમદે એમ સૂચન કર્યું છે કે જેમ પૂર્વની ગાથાઓમાં (૨૪-૨૮) વર્ણવેલ વ્યવહારાભાસી - ક્રિયાજડ જીવની ગણના મતાથમાં થાય છે, તેમ નિશ્ચયાભાસી - શુષ્કજ્ઞાનીની ગણના પણ મતાથમાં જ થાય છે. જેમ ક્રિયાજડ જીવો દષ્ટિરાગથી પોતાના કુળગુરુ, કુળધર્મ આદિના આગ્રહી હોય છે, પોતાના મત-વેષના આગ્રહી હોય છે, તેથી મતાર્થમાં વર્તે છે; તેમ શુષ્કજ્ઞાની જીવો પણ સ્વચ્છેદે અધ્યાત્મગ્રંથોનું અધ્યયન કરી, નિશ્ચયનયાત્મક બોલો શીખી, તે શબ્દોના ભાવનો અંતરમાં સ્પર્શ થવા દીધા વિના તેનો આગ્રહ કરે છે તથા લોકમાં પોતાનાં માન-મોટાઈ આદિ સુરક્ષિત રાખવા માટે પોતાના મતને મૂકતા નથી અને મતાર્થમાં જ વર્યા કરે છે. આ બન્ને પ્રકારના મતાથ જીવો પોતાને સાચા પરમાર્થી માને-મનાવે છે, પરંતુ જ્યાં મતાર્થ હોય ત્યાં સત્યાર્થ નહીં હોવાના કારણે તેઓ પરમાર્થને પામી શકતા નથી. આમ, તેઓ ધર્મ માટે અપાત્ર ઠરે છે.
મતાર્થી જીવોનું લક્ષ માત્ર લૌકિક હોવાથી તેઓ નિશ્ચય-વ્યવહાર તથા સાધ્યસાધનનો યથાયોગ્ય સમન્વય કરવામાં અસમર્થ નીવડે છે, તેથી એકાંત પક્ષને રહી તેઓ માર્ગભષ્ટ થાય છે. વળી, પોતાના માન માટે તેઓ ધર્મના નામે આગ્રહ કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org