________________
૨૫૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિજ અનુભવરૂપ આત્મસ્પર્શી વાણી. જ્ઞાનીની વાણી અપૂર્વ ભાવ પ્રગટાવે તેવી સામર્થ્ય-યુક્ત હોવાથી તેમની વાણી અપૂર્વ વાણી કહેવાય છે.
સદ્ગુરુની વાણી અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. તેમની વાણી અભુત છે. તે જગતના જીવોનું હિત કરનારી છે અને મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. તેમાં ગૂઢ ભાવ રહેલા છે. તળાવની ઉપલી સપાટી બહારથી એકસરખી લાગે, પણ અંદર ઊતરીને વિભિન્ન સ્થળેથી તેની ઊંડાઈનું માપ કરતાં તેમાં રહેલું અંતર જણાય છે; તેમ જ્ઞાની અને અજ્ઞાનીની વાણી ઉપરટપકે જોતાં સરખી લાગે, પરંતુ અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના આશયનો ફરક સમજાય છે. શ્રીમદ્ લખે છે કે –
સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.
જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.
એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.'
મતિની નિર્મળતાના અભાવના કારણે અજ્ઞાનીથી જ્ઞાનીની વાણીનો મર્મ પૂર્ણતઃ ઉકેલાતો નથી, પરંતુ જ્ઞાનીની વાણી અજ્ઞાનીની વાણી કરતાં હંમેશાં જુદી પડે છે. જ્ઞાનીની વાણી મુમુક્ષુ જીવને મોક્ષમાર્ગમાં જોડે છે. તેમની વાણી આત્માને જાગૃત કરે છે, હિતનું ચાનક ચડાવે છે અને ઊર્ધ્વગમન કરાવે છે. તે વાણી સાંભળતાં આત્મા ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૬ (પત્રાંક-૬૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org