________________
ગાથા-૧૦
૨૫૭ સદ્ગુરુ પ્રત્યે સર્વ વ્યાવહારિક કલ્પનાઓ વિલય પામે છે. તરવૈયો જેમ પાણીમાં હોવા છતાં પાણીમાં ડૂબેલો નથી, તેમ સગુરુની અંતરપરિણતિ પણ સંસારથી નોખી તરી આવે છે. તેઓ ‘તરતા પુરુષ' છે તથા તેમની પરિણતિની અભેદતા પરમ તત્ત્વ સાથે છે એમ પ્રતીત થતાં મુમુક્ષુને તેમનો અપૂર્વ મહિમા આવે છે, તેમના પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ પ્રગટે છે અને તેમને પરમ હિતનું કારણ માની તે તેમના પ્રત્યે સર્વ પ્રકારે સમર્પિત થાય છે. આવી ઓળખાણ થયા વિના જીવને જન્મ-મરણાદિ દુઃખની નિવૃત્તિ થતી નથી. શ્રીમદ્ લખે છે -
‘આત્મદશાને પામી નિર્વઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બન્થ જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દેટ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી.”
મુમુક્ષુ જીવ સદ્ગુરુની પ્રત્યેક ઉદયપ્રસંગોમાં થતી વર્તનાના અવલોકન દ્વારા તેમની અંતરંગ દશાની ઓળખાણ કરે છે. સદ્ગુરુની યથાતથ્ય ઓળખાણ થતાં તેને અંતરમાં પ્રતીત થાય છે કે તેઓ સર્વ સંયોગથી પર છે, સર્વ ઉદયપ્રસંગમાં તેઓ ભિન્ન જ રહે છે. ભેદજ્ઞાનના આધારે રાગ અને પરથી પોતાને ભિન્ન અનુભવતા હોવાથી તેઓ પૂર્વબદ્ધ કર્મના ઉદયને ઉદાસીનભાવે વેદી શકે છે. ક્વચિત્ તથારૂપ ઉદયના કારણે તેઓ ભવિષ્યનું આયોજન કરતાં દેખાય, તોપણ તેમની વિચારણા કે તેમના ભાવ ચિંતાના સ્તર સુધી પહોંચતાં નથી. તેમની ચૈતન્યની મસ્તી છૂપી નથી રહેતી. “આ થાય તોપણ ઠીક અને ન થાય તોપણ ઠીક' એવી જ્ઞાનીની ઉદાસીનવૃત્તિ મુમુક્ષુના સૂક્ષ્મ અવલોકનમાં પકડાય છે. એ પકડાતાં, એ પ્રમાણે વર્તવાનો અભ્યાસ તે મુમુક્ષુ જીવ કરે છે. સમસ્ત પ્રકારના ઉદયને માત્ર કર્મપ્રસંગ માનીને, તે સર્વ પ્રસંગોથી ભિન્ન જ્ઞાતાપણે રહેવાનો પ્રયોગાત્મક અભ્યાસ તે વારંવાર કરે છે. આ અભ્યાસમાં સદ્દગુરુની દશા તેને માટે પરમપ્રેરણારૂપ બને છે. તેમના ભેદજ્ઞાન, જાગૃતિ, નિઃસ્પૃહતા આદિ ગુણોનો વારંવાર પરિચય વધતાં મુમુક્ષુ પણ સહજતાથી તે દશાને પામી શકે છે. સદ્ગુરુની યથાર્થ ઓળખાણપૂર્વકની ભક્તિથી સગુરુની “વિચરે ઉદયપ્રયોગ દશા મુમુક્ષુ જીવની પરિણતિમાં ઊતરે છે. (૪) “અપૂર્વ વાણી'
અપૂર્વ વાણી એટલે અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ, એકાંત આત્માર્થબોધક અને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૧૬ (પત્રાંક-૮૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org