________________
(૩૪) તે જ રાત્રે એ ઉપલબ્ધિના ઊગમસમા મારા પરમોપકારી પ્રભુના ઉદાત્ત શ્રીચરણોમાં તે ઉપાધિ મેં અર્પણ કરી દીધી હતી.
- તે શોધપ્રબંધનાં પ્રારંભ, પ્રગતિ અને પૂર્ણાહુતિ; તેનું શમણું, સંવર્ધન તથા સમાપન; તેનાં પ્રાદુર્ભાવ, પ્રગભતા અને પૂર્તિ; અરે! તેનાં પ્રત્યેક અવસર, વિચારશ્રેણી અને આલેખન જેમના વિના શક્ય ન હતાં, તે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં ચરણો સિવાય તે શોધપ્રબંધ અન્યત્ર ક્યાં શોભી શકે? એ ભગીરથ કાર્યનો એક અંશ પણ તેઓશ્રીની અસીમ કૃપા વિના આકાશકુસુમવત્ હતો. તેમના સહજ ઉગાર છે કે “પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.” (“શ્રીમદ્ રાજચંદ્ર', પત્રાંક-૨૪૭) આ પરમ ગંભીર વચનામૃત સતત ધ્રુવતારકની જેમ મને દિશા ચીંધતું જ રહ્યું હતું. સો વર્ષ પહેલાંની તે સુભગ ઘડીએ જો તેઓશ્રીએ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી જ ન હોત તો હું કઈ રીતે તેનાથી લાભાન્વિત થઈ શકત? તે શોધપ્રબંધ અને તેનું સર્વસ્વ જે કંઈ છે તે બધું જ તેઓશ્રીના અતુલ્ય યોગબળના પ્રતાપે જ છે અને તેથી તે શોધપ્રબંધનું સઘળું શ્રેય પરમકૃપાળુદેવના અચિંત્ય યોગબળને સમર્પતાં હું મારું જીવન ધન્ય થયેલું સમજું છું.
યુનિવર્સિટીમાં શોધપ્રબંધની સોંપણી થયા પછી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રના ટ્રસ્ટીગણની તથા અનેક સાધકોની પ્રેમાસહસભર વિનંતીના નિમિત્તે પ્રસ્તુત વિવેચનને ગ્રંથરૂપે પ્રકાશિત કરવાની યોજના આકાર પામી. પરમકૃપાળુદેવના પરમ ઐશ્વર્યસભર વારસાની વધુ ને વધુ પ્રભાવના થાય તથા પરમકૃપાળુદેવની આ પરમોચ્ચ કૃતિના અર્થપ્રકાશથી જિજ્ઞાસુ જીવો લાભાન્વિત થાય એ આ ગ્રંથપ્રકાશન પાછળનું પ્રભાવક બળ હતું.
ઈ.સ. ૧૯૯૭ના પર્યુષણ પર્વની આસપાસ ગ્રંથાલેખનની પરિયોજના કાર્યાન્વિત થઈ. યુનિવર્સિટીમાં રજૂઆત પામેલ મહાનિબંધ વિશિષ્ટ શૈક્ષણિક પદ્ધતિ અનુસાર તૈયાર થયો હતો. પ્રારંભિક કક્ષાના જિજ્ઞાસુથી માંડી ઉત્કૃષ્ટ કોટિના સાધક પર્યત સર્વ જીવોને તે શોધપ્રબંધ ઉપયોગી થઈ શકે એ માટે તેમાં ઘણા ફેરફાર કરવા જરૂરી લાગ્યા. તેથી તેમાંથી અમુક પ્રકરણ આખાં તો અમુક અંશતઃ તેમજ કેટલાંક અવતરણો આ ગ્રંથમાં સમાવિષ્ટ કર્યા નથી. જો કે સાધકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોય એવી ઉદ્ધતિઓનો સમાવેશ કરવા ઉપરાંત પ્રત્યેક ગાથાના વિવેચનમાં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના પૂર્વવિવેચનકારોમાંથી કોઈ પણ એકના અવતરણને દૃષ્ટિની બહોળતાના લક્ષે સ્થાન આપવામાં આવ્યું છે. તદુપરાંત, સત્યના અન્વેષકને પ્રયોગાત્મક અભ્યાસની પ્રેરણામાં તથા પ્રગતિમાં સહાયક સામગ્રી અનેક જગ્યાએ ઉમેરવામાં આવી છે. બહુઆયામી પરિવર્તન તથા પરિશીલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org