SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન રોકાવું?’ એમ માની બાહ્ય ક્રિયાકાંડમાં મંડી પડે છે, તેથી તેને જ્ઞાનીનો અંતર-આશય સમજાતો નથી, સ્વરૂપસન્મુખતા થતી નથી અને તેથી તેનું ભવભ્રમણ પણ ટળતું નથી. વ્રત-નિયમ અને તેને લગતા વિવિધ આચારોમાં રત થઈ તત્ત્વચિંતન છોડનારા એ વ્રત-નિયમ અને આચારના યથાર્થ ફળથી વંચિત રહી જાય છે.૧ જો શાસ્ત્રચિંતન જ છોડી દેવામાં આવે તો તત્ત્વોનું સામાન્ય જ્ઞાન પણ ન સંભવે. જો સામાન્ય જ્ઞાન પણ ન હોય તો એ તત્ત્વોનું વિશેષરૂપે વિશદ જ્ઞાન ક્યાંથી સંભવે? એવા વિશદ જ્ઞાન વિના વાસ્તવિક તત્ત્વરુચિ પણ ન સંભવે અને એના વિના આત્મશુદ્ધિ ન થાય, તેથી આત્મશુદ્ધિના લક્ષથી વ્રત-નિયમ અંગીકાર કરનાર માટે તત્ત્વચિંતન કરવું અત્યંત જરૂરી છે. આમ, સ્વરૂપલક્ષ વિના બાહ્ય ભાવે ઓઘસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ થતી બાહ્ય ક્રિયાઓ મોક્ષમાર્ગમાં કાર્યકારી થતી નથી. ભાવ અને લક્ષ વિનાની સર્વ ક્રિયાઓ માત્ર કાયક્લેશ છે અને તથારૂપ ફળ આપતી ન હોવાથી નિરર્થક નીવડે છે. જેમ કપૂરના પડીકામાંથી કપૂર ઊડી ગયું હોવા છતાં અકબંધ પડેલું તે પડીકું ‘કપૂર પડ્યું છે' એવો ભ્રમ જન્માવે છે, તેમ ક્રિયાજડ જીવોની ક્રિયાઓ નિષ્પ્રાણ બની ગઈ હોવા છતાં તેમને તેનું ભાન પણ થતું નથી. ક્રિયાજડ જીવો તેમનું જડત્વ ટાળે તે અર્થે શ્રીમદ્રે અહીં અત્યંત સરળ અને સચોટ શૈલીથી ક્રિયાજડત્વનું સ્વરૂપ દેખાડ્યું છે. બાહ્યક્રિયાપ્રધાન ક્રિયાજડ જીવનાં લક્ષણનું આલેખન કરતાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે - - ‘જે જીવો શુષ્કક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કલ્પે છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો તેમણે વિસાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત્ જ્ઞાન, દર્શન પદ કહેવાં પડે તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે.’૨ Jain Education International આમ, યથાર્થ અધ્યાત્મદૃષ્ટિના અભાવે બહિર્દષ્ટિ જીવના અજ્ઞાનજનિત પ્રવર્તનનું ૧- જુઓ : આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૬૭ 'चरण-करणप्पहाणा ससमय परसमयमुक्कवावारा 1 चरण- करणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ।। ' ૨- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૦ (૫ત્રાંક-૪૨૨) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy