________________
૧૭૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સમ્યજ્ઞાની તેને વૈર્યથી શાંતપણે દ્રષ્ટાભાવે વેચે છે. જ્ઞાનીને અંતરમાં રાગાદિથી ભિન્ન શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ વર્તતી હોવાથી તેઓ કર્મના ઉદયમાં ન જોડાતાં તેના જ્ઞાતા રહે છે. તેઓ શુષ્કજ્ઞાનીની જેમ બંધાતા નથી. જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વચ્ચે પ્રગટ ભિન્નતા છે, તે બન્નેના પુરુષાર્થ વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર છે.
જીવ અનેક શાસ્ત્રોનું વાંચનાદિ કરે, પણ અંતર્મુખ પુરુષાર્થ ન ઉપાડે ત્યાં સુધી તે મિથ્યાદષ્ટિ બહિરાત્મા જ રહે છે. માત્ર ઉપલક ઉપલક વાંચન-વિચારણાથી કાંઈ નથી થતું, અંદર ઊંડાણમાંથી ભાવના ઊઠે તો જ માર્ગની પ્રાપ્તિ થાય છે. આ જ્ઞાયકવસ્તુ અલૌકિક પદાર્થ છે' એમ સ્વભાવનો લક્ષ અને મહિમા ન આવે ત્યાં સુધી ઉપલક વાંચનાદિનું કોઈ પારમાર્થિક ફળ નથી મળતું. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ વિકલ્પજ્ઞાન વડે જાણવામાં આવે તો પણ તેટલામાત્રથી જીવનું સાચું પ્રયોજન સિદ્ધ થતું નથી, કેમ કે વસ્તુસ્વરૂપમાં માત્ર જ્ઞાન ગુણ જ નથી, પરંતુ શ્રદ્ધા, આનંદ વગેરે અનંત ગુણો છે. જ્ઞાન ગુણ વિકલ્પ વડે આત્માને લક્ષમાં લે છે, પરંતુ ત્યારે શ્રદ્ધા ગુણ તો મિથ્યાત્વરૂપ કાર્ય કરી રહ્યો છે, આનંદ ગુણ તો આકુળતાનું વેદન આપી રહ્યો છે. જ્યારે તે સર્વ ગુણો અંશે સ્વભાવરૂપ કાર્ય આપે ત્યારે જ જીવનું સમ્યકત્વરૂપી પ્રયોજન સિદ્ધ થાય છે. જ્ઞાયકસ્વભાવના અભ્યાસની રુચિના અભાવમાં શાસ્ત્રો કંઠસ્થ કરવામાં આવે અને આત્માની વિવિધ પ્રકારે પ્રરૂપણા થાય તોપણ તે શાસ્ત્રાભ્યાસ પરલક્ષી છે.
સાચું આરાધકપણું તો તેને કહેવાય કે જે અધ્યાત્મગ્રંથોનો અભ્યાસ કરી તથારૂપ પરિણમનના અંતર્મુખી પુરુષાર્થમાં પ્રવર્તે, અર્થાત્ શાસ્ત્રને સાધન માની સ્વાનુભવ માટે પ્રયત્નશીલ રહે. પરંતુ જેઓ શાસ્ત્રો વાંચવાં, ગોખવાં અને બોલવાને જ સાધ્ય માને છે અને તેમ કરવામાં જ સંતોષાઈ જાય છે, તેઓ આત્મવિકાસ સાધી શકતા નથી. જ્ઞાનના ક્ષયોપશમ વડે બુદ્ધિબળથી શાસ્ત્રો જાણતો હોય, બુદ્ધિનો ઉઘાડ હોય, તેમ છતાં આત્મજ્ઞાન હોય એવો નિયમ નથી. પંડિત થવું તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના આધારે હોય છે, જ્યારે આત્મજ્ઞાની થવું એ મોહનીય કર્મના ક્ષયોપશમના આધારે હોય છે. માત્ર શાસ્ત્રો વાંચીને તેને ધારણામાં ધારી રાખવાથી જ્ઞાની થવાતું નથી. પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન શુદ્ધ, ચિદાનંદ આત્માને અનુભવી, તેમાં જ સ્થિર રહેવાનો પુરુષાર્થ જે કરતા હોય તે જ્ઞાની કહેવાય. જે આત્માએ શાસ્ત્રાભ્યાસ વડે અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી હોય તેમજ વાકચાતુરી મેળવી હોય, છતાં પણ આત્મલક્ષના અભાવમાં તે પંડિત હોવા છતાં જ્ઞાની નથી. પરંતુ જેઓ સ્વાનુભવ વડે સૂક્ષ્મ રહસ્યને જાણતા હોય તે જ્ઞાની છે. સત્સાધન દ્વારા અંતર્મુખી પુરુષાર્થ પ્રગટાવ્યા વિના માત્ર શાસ્ત્રોને ધારણામાં સંઘરી રાખે તે જ્ઞાની નહીં પણ પુસ્તકાલય છે. અધ્યાત્મરસપરિણતિવિહીન તેનું જ્ઞાન નીરસ અને સૂક્યું હોવાથી તે શુષ્કજ્ઞાની છે. ભાવધર્મની સ્પર્શના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org