________________
શ્રીકરપ્રકરઃ
BA
અને દયા વિનાના ધર્મ નથી. પ્રાણિવધથી ધર્મ કેવી રીતે થાય? પાતે કષ્ટના આરંભ કર્યા પણ બીજાને કષ્ટ શા માટે આપવું. વગેરે પ્રભુના વચન સાંભળી ક્રોધથી લાલ નેત્રવાળાં કમડે કહ્યું કે હું કુમાર ! હું કયા પ્રાણીના વધ કરૂં છું તે કહે ? ત્યારે તેને ખાત્રી કરાવવાને પેાતાના સેવકા પાસે ૧ગતું લાકડું' ચીરાવ્યું અને તેના પેાલાણમાં રહેલેા ખળતે નાગ તેને દેખાડયા. મરણની તૈયારીમાં આવેલા તે સર્પને પ્રભુએ નમસ્કાર મંત્ર સંભળાવ્યે! અને તેના પ્રભાવથી તે મરણ પામીને ધરણેન્દ્ર નામે નાગકુમાર દેવના ઈંદ્ર પે ઉત્પન્ન થયા. તે કમઠ પશુ અજ્ઞાન તપ તપીને જીવનપતિ દેવમાં મેઘકુમાર નિકાયમાં મેઘમાલી નામે દેવ થયેા.
ત્યાર પછી શ્રીપાર્શ્વ કુમારે એક વર્ષ સુધી સંવત્સરી દાન આપી સંસાર ઉપર વૈરાગ્ય બુદ્ધિથી ત્રણસે રાજકુમારે સાથે ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાર પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. એક વખતે નગર નજીક તાપસના આશ્રમની પાસે કૂવાના કાંઠે વડ વૃક્ષની નીચે પ્રભુ કાઉસગ્ગમાં રહ્યા છે તે વખતે પૂર્વ ભવનું વેર સંભાળીને મેઘમાલીદેવે સિંહ, હાથી વગેરે વિષુવીને ઉપસો કર્યો પરંતુ પ્રભુ તે જરાયે ચલાચમાન થયા નહિ. ત્યાર પછી અત્યંત કોપાયમાન થઈ ને પ્રભુને પાણીમાં ડૂબાડી દેવા માટે ઘાર ગર્જના પૂર્વક મુશલધાર વરસાદ વરસાવ્યા, અને તે વરસાદથી પ્રભુના નાક સુધી પાણી ઉંચે ચઢયું. તે વખતે ધરણેન્દ્રે અવિધજ્ઞાનથી મેઘમાલીના ઉપસર્ગ ને જાણ્યા, તેથી પોતાના નિષ્કારણ પ્રભુના ઉપસર્ગને દૂર કરવાને તરત પ્રભુ પાસે આવ્યું.