________________
૩૩
શ્રીકપૂરપ્રકરઃ સકલેન્દ્રિય અથવા પંચંદ્રિય કહેવાય. જેને પાંચે ઈન્દ્રિ નથી તેને વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય કહેવાય. તેમાં બેઈન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અને સેન્દ્રિય (જીભ) એ બે ઈન્દ્રિય હોય છે. આ બેઈન્દ્રિયવાળા છો શંખ, પિરા, કડા, જલે, અળસીયા વગેરે જાણવા. તથા આ બે ઈન્દ્રિયે સાથે નાસિકા (નાક) ગણતાં ત્રણ ઈન્દ્રિયવાળા કીડી, માંકણ, કુંથુઆ વગેરે તેઈંદ્રિય જી જાણવા. તથા ત્રણ ઈદ્રિયો ઉપરાંત ચક્ષુ (આંખ) સહિત ચાર ઈન્દ્રિયવાળા તે માખી, ભમરા, કુદાં વગેરે ચતુરિંદ્રિય
જી જાણવા. આ વિકલેન્દ્રિય જી રૂપે જન્મ મરણ કરીને જીિવે સંખ્યાના વર્ષો વીતાવ્યા. પાંચ પ્રકારના એકેન્દ્રિય જી એક સ્થળેથી બીજે રથને ઈચ્છા મુજબ જઈ શક્તા નથી તેથી તેમને સ્થાવર કહેવાય છે અને બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જી ગમન કરી શકતા હોવાથી તેઓ ત્રસકાય કહેવાય છે. ચાર ઈન્દ્રિયથી આગળ વધેલો જીવ કણેન્દ્રિય સહિત પાંચ ઈન્દ્રિયવાળે હોવાથી તે પંચેન્દ્રિય કહેવાય છે. તે પંચેન્દ્રિય જીવે દેવતા નારકી તિર્યંચ અને મનુષ્ય એમ ચાર પ્રકારે છે. તેમાંથી તિર્યંચ પંચેદ્રિયપણામાં તથા મનુષ્યપણે દરેકમાં સાત અથવા આઠ ભ કર્યો. તેમાં દરેકમાં સાત ભવ તે વધારેમાં વધારે પૂર્વકોડ વર્ષ પ્રમાણના હોય છે. અને આઠમો ભવ યુગલિક તિર્યંચ અથવા યુગલિક મનુષ્યરૂપે થતું હોવાથી ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધમાં જીવથી કાંઈ ધર્મ બની શકતો નથી. પરંતુ પંચેન્દ્રિયપણને પામેલો જીવ ધર્મને પામી શકે છે, તેથી કવિશ્રી જણાવે છે કે આ