________________
૨૨
શ્રીવિજયપદ્ધસૂરિકૃતઆ જીવે જન્મ મરણ વડે પસાર કર્યો. અસંખ્યાતા વર્ષે એક સાગરેપમ થાય છે અને તેવા ૧૦ કોડાકેડી સાગરોપમે એક ઉત્સર્પિણ થાય છે અને તેટલાજ સાગરેપમે એક અવસર્પિણ થાય છે. જો કે બંનેને કાળ સરખે છે તે પણું નામ જુદાં જુદાં છે. કારણ કે જે કાલે મનુષ્યનાં, બુદ્ધિ, બલ, આયુષ્ય વગેરે ધીમે ધીમે વધતાં જાય, તે ચઢત કાળ ઉત્સર્પિણ કહેવાય છે. તથા જેમાં બુદ્ધિ બેલ આયુષ્ય વગેરે ધીમે ધીમે ઓછાં થતાં જાય. તે ઉતરતે કાલ તે અવસર્પિણ કહેવાય છે. એક ઉત્સર્પિણ પૂરી થાય ત્યાર પછી એક અવસર્પિણી આવે ત્યાર પછી પાછી એક ઉત્સર્પિણી અને ત્યાર પછી પાછી એક અવસર્પિણ આવે. એ કમે અસંખ્યાતી ઉત્સર્પિણ અવસર્પિણી પૃથ્વીકાયમાં જન્મ મરણ કરીને આ સંસારી જીવે પસાર કરી. તે પ્રમાણે વાઉકાચમાં એટલે મહાવાયુ, વટેળીઓ વગેરેના ભ કરીને, તથા અંગારા, વિજળી વગેરે રૂપે અગ્નિકાયમાં અને બરફ કરા વરસાદ વગેરે રૂપે અકાયમાં એ દરેક કાર્યમાં પણ અસંખ્યાતી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ જન્મ મરણ કરવા વડે પસાર કરી તથા લીલ ફૂલ, ઝાડ વગેરે વનસ્પતિઓમાં વનસ્પતિકાય રૂપે અથવા સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાય રૂપે અનંતી ઉત્સર્પિણી અને અવપિણીઓ પસાર કરી. ત્યાર પછી આગળ વધતે તે જીવ વિકલેન્દ્રિયમાં ઉપજે. પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીમાં જીવને એક સ્પર્શેન્દ્રિયજ (ચામડી) હોય છે તેથી તે પાંચે કાય એકેન્દ્રિય કહેવાય છે. વિકલ એટલે સંપૂર્ણ નહિ. જીવને જ્યારે પાંચે ઈન્દ્રિય પ્રાપ્ત થાય ત્યારે તે