________________
શ્રમણભગવંતો-૨
દર્શનશાસ્ત્રી : સાહિત્યરસિક : જ્ઞાનવૈરાગ્યની સૌમ્યમૂર્તિ પૂ. આચાર્યશ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ
( શાસનપ્રભાવનાનાં અનેકવિધ ક્ષેત્રોમાં કઈ મહામનાના હસ્તે જપ-તપનાં મહાન અનુષ્ઠાન થાય તે કોઈ તપસ્વીના હસ્તે તીર્થસ્થાનેના જીર્ણોદ્ધાર થાય; કેઈ ગુરુવર્ય આગમનાં અર્થઘટનમાં ઊંડા ઊતરે, તે કઈ મનીષી અન્ય શામાં પારંગત બને. એવા એક ભવ્ય શાસનત માં પ્રકાશિત સાધુપુરુષ હતા પ. પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ. સં. ૧૯૫૩ના ભાદરવા વદ પાંચમને દિને સૌરાષ્ટ્રના બોટાદ શહેરમાં જન્મેલા આ મહામાનવે, ૧૯ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૭૨ના અષાઢ સુદ પાંચમને શુભ દિને રાજસ્થાનના સાદડી મુકામે દીક્ષા અંગીકાર કરી. પ્રથમ પ્રવર્તકપદ-પ્રદાન સં. ૧૯૮૭માં અમદાવાદમાં થયું. સં. ૧૯૯૦ના માગશર સુદ આઠમને દિવસે ભાધનગરમાં ગણિપદ અને બે દિવસ બાદ પંન્યાસપદ; ત્યાર બાદ સં. ૧૯૯૧માં મહુવામાં વાચક (ઉપાધ્યાય )પદ અને સં. ૧૯૯૨માં આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. તેઓશ્રી અધી સદી જેટલા લાંબા અને યશસ્વી દીક્ષા પર્યાય પછી ૬૭ વર્ષની ઉંમરે તા. ૯-૩-૬૪ના દિવસે રાજસ્થાનના ખીમાડા ગામે કાળધર્મ પામ્યા. )
(વ્યાકરણવિદ: સંયમ સ્વીકાર્યા પૂર્વે જ તેઓશ્રીની જ્ઞાનપિપાસા તીવ્ર હતી. તેમાં અધ્યયન અને ધ્યાધ્યાયતપની અનુકૂળતાને ઉમેરે થતાં આ પિપાસા વધુ ઉત્તેજિત અને તત્પર બની. સતત વાચન-લેખન અને ચિંતન-મનનમાં નિમગ્ન રહેવા લાગ્યા. આ મુનિવરને જેનાર પ્રથમ દૃષ્ટિએ તો તેમને એકાકી જીવ માની લેતા. કારણ કે અહેરાત અભ્યાસમાં રત રહેવું એ જ તેઓશ્રીની વૃત્તિ અને પ્રવૃત્તિ હતી. પરિણામસ્વરૂપ, તેઓશ્રીના હસ્તે અનેક તત્વદશી અને શાસ્ત્રીય ગ્રંથની વિદ્વત્તાપૂર્ણ ચર્ચા-વિચારણા થઈ છે. તેઓશ્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “શબ્દાનુશાસન' ઉપર જે પજ્ઞ શબ્દમહાર્ણવન્યાસ છે તેનું સંપાદન અને ત્રુટિત ભાગનું અનુસંધાન કરવાનું દુષ્કર કાર્ય હાથ ધરીને છ ભાગ બહાર પાડ્યા છે. ધાતુરત્નાકર”ના ૮ ભાગ તેઓશ્રીની ખ્યાતનામ રચના છે. “કૃતપ્રત્યયાનામ્ મહાયંત્રમ્ ” દ્વારા આચાર્યશ્રીએ કૃદંતની કઠિનતાને સરળ બનાવી છે. “ વિભજ્યર્થ નિર્ણય ગ્રંથ 'માંની વિભક્તિની ચર્ચા તેઓશ્રીની બુદ્ધિપ્રતિભાનું પ્રતીક છે. આ ઉપરાંત, “હેમચંદ્રિકા” નામની લઘુ પુસ્તિકા તે બાળકને સરળતાથી વ્યાકરણના મહત્વ સિદ્ધાંતે સમજાવનારી અદ્ભુત પુસ્તિકા છે. આમ, મહત્ત્વના વ્યાકરણગ્રંથમાં તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાનાં દર્શન થાય છે. )
(દર્શનશાસ્ત્રી : તેઓશ્રીએ શ્રી સિદ્ધસેન મહારાજ કૃત ગહન દાર્શનિક “કાર્નિંશિકાઓ પર કિરણવલિ નામક અર્થગંભીર ટીકા રચી છે. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ઉપર ચાદ્વાદવાટિકા નામની પ્રઢ ટીકા રચી છે. ઉપાધ્યાયશ્રી યશોવિજ્યજી ગણિવરના કેટલાક ગ્રંથની ટીકાઓમાં “સપ્તભંગી નયપ્રદીપ” ઉપર બાલાધિની વૃત્તિ, “નયરહસ્ય” ઉપર પ્રમોદાવિવૃત્તિ, “નપદેશ” ઉપર તરંગિણી–તરણવૃત્તિ, “અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમ '
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org