________________
૬૮
શાસનપ્રભાવક
ઉપાધ્યાયપદથી અને સં. ૧૯૯૨ના વૈશાખ વદ ૪ને દિવસે રાજનગરમાં મહામહોત્સવ સાથે, પૂજ્યશ્રીને કરકમલથી જ આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. સૂરિસમ્રાટે તેઓશ્રીને આચાર્યપદ સાથે સાથે “કવિરત્ન” અને “શાસ્ત્રવિશારદ'નાં બે બિરૂદો પણ આપ્યાં ! ઉપરોક્ત બંને બિરુદ સાર્થક બને એવું પૂજ્ય આચાર્યશ્રીનું કૃતિત્વ હતું. કવિત્વશક્તિ વારસાગત હતી. પૂજ્યશ્રીના સંસારી બંધુ શ્રી શામજીભાઈ માસ્તર રચિત “રત્નાકર–પચ્ચીસી” આજે પણ સકળ જૈન સમાજમાં મુક્ત કઠે ગવાય છે. જ્યારે પૂજ્યશ્રીએ રચેલી છે પ્રતિમા મનેહારિણી” એ સ્તુતિ અને અન્ય સ્તુતિઓ પણ સંઘમાં હોંશેહોંશે ગવાય છે. આ ઉપરાંત, સંસ્કૃતમાં સમસંધાન મહાકાવ્ય, સ્યાદ્વાદ કલ્પલતા, સર્વસિદ્ધિ વગેરે ગ્રંથ પર તેઓશ્રીની ટીકા મળે છે. માનવભવનાં દસ દષ્ટાંત ઉપર સુંદર શૈલીમાં વૈરાગ્યશતક નામે ગ્રંથરચના કરી છે. શાસનપ્રીતિને ભવ્ય વારસે માત્ર કાવ્યકૃતિમાં જ નહીં, પરંતુ પિતાના સંસારી કુટુંબીજનેમાંથી અસંખ્ય સભ્યને દીક્ષાના માર્ગે જોડી ત્યાગધર્મને પણ ઉજાળે.
પૂજ્યશ્રીના આવા પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે તેમને શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ દિન-પ્રતિદિન વિસ્તરતો જ રહ્યો– જેમાં પૂ. આચાર્યશ્રી વિજ્યરામસૂરીશ્વરજી, પૂ. પંન્યાસ શ્રી પુણ્યવિજ્યજી
પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયપરમપ્રભસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિહેમચંદ્રસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયવિશાલ સેનસૂરિજી, પૂ. પ્ર. મુનિરાજ શ્રી નિરંજન વિજયજી, પૂ. પં. શ્રી કુન્દકુન્દવિજયજી, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી, પૂ. મુનિશ્રી દાનવિજયજી આદિ મુખ્ય છે. તદુપરાંત, પૂજ્યશ્રીએ સ્વ-પર કલ્યાણાર્થે અનેકવિધ શાસન–પ્રભાવનાનાં કાર્યો કર્યા છે. ત્રણેક વીશી જેટલા લાંબા દીક્ષા પર્યાય દરમિયાન તેઓશ્રીના પ્રભાવ નીચે અનેક રચનાત્મક કાર્યો થયાં છે. મુંબઈ-દોલતનગરમાં ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી અમૃતસૂરિજી જ્ઞાનશાળા, જૈન ઉપાશ્રય, જેનેના વસવાટ માટે શ્રી ઉન્નતિસદન, જેન વર્ધમાનતપ નિવાસ, શ્રી આયંબિલખાતું તથા પાઠશાળાનું મકાન, સાહિત્યવર્ધક સભાનું મકાન વગેરે સ્થાયી કાર્યો થયાં. પાલીતાણામાં પણ શ્રી કેશરિયાજીનગર સ્થિત (૧) ચાર માળનું શ્રી કેશરિયાજી વીરપરંપરા મહાપ્રાસાદ, (૨) શ્રી અમૃતપુર્યોદય જ્ઞાનશાળા, (૩) શ્રી વૃદ્ધિનેમિ અમૃતવિહાર, (૪) શ્રી કાન્તિલાલ લલ્લુભાઈ જેન ભેજનશાળા, (૫) શ્રી સુમતિબેન ફકીરચંદ જૈન ધર્મશાળા, (૭) શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ જૈન ધર્મશાળા, (૮) શ્રી રૂપચંદજી જસરાજજી જૈન ધર્મશાળા, (૯) શ્રી કેશવદાસ બુલાખીદાસ જૈન ધર્મશાળા વગેરે સ્થાયી કાર્યો થયાં.
આવા પુણ્યપ્રભાવી આત્માએ પાલીતાણુ જેવી તીર્થાધિરાજની પવિત્ર ભૂમિ પરથી સં. ૨૦૩૦ના પિષ સુદ ૬ ને સોમવારે સુંદર સમાધિપૂર્વક સ્વર્ગવાસ કર્યો ત્યારે માત્ર પાલીતાણામાં જ નહીં; પણ અનેક ગ્રામ-નગરોમાં પૂજ્યશ્રીના સ્વર્ગારોહણ મહોત્સ ઊજવવામાં આવ્યા, જે તેઓશ્રીના વ્યાપક પ્રભાવનું પ્રતિબિંબ પાડે છે. ધન્ય છે એ મહાત્માને, જેઓશ્રીએ અમૃત બનીને જીવન અમર બનાવ્યું. વંદન હો એ પરમ સૂરિવરને !
(સંકલન : પૂ. પં. દાનવિજ્યજી મહારાજ )
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org