________________
શાસનપ્રભાવક
સ્વરૂપ, પૂ. આ. શ્રી વિજયપદ્યસૂરીશ્વરજી મહારાજે “જૈન પ્રવચન કિરણવલિની રચના કરી.
પૂજ્યશ્રીની તપ-આરાધનાની મર્યાદા હતી. અને આ વાતને તેઓશ્રી ખુલે ખુલે એકરાર કરતા. પરંતુ તેઓશ્રીની સ્વાધ્યાય પ્રીતિ અનન્ય હતી. પૂજ્યશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી આદિ ભાષાઓના અસંખ્ય ગ્રંથે અભ્યાસપૂર્વક વાંચ્યા હતા. હંમેશાં કાગળ-પેન્સિલ સાથે રાખતા; નવું ચિંતન ઊગે કે ટપકાવી લેતા. ઉપરાંત, જ્ઞાનને પ્રગટ કરવાની, પ્રસારવાની ઉદાત્ત ભાવના પણ રાખતા. તેથી જ “જૈન સત્યપ્રકાશ” માસિકના પ્રત્યેક અંકને પ્રારંભ તેમના પ્રાકૃત સ્તોત્રકાવ્યથી થયેલો જોવા મળતું. જ્ઞાનના આદાન-પ્રદાનની લગની એવી કે જે કાંઈ નવું વાંચે તે અન્ય મુનિવરોને તરત જ બોલાવીને કહે, સ્વાધ્યાય કરવાની ટેવ પાડે. વંદન કરવા આવે તે સાધુને મજાકમાં કહે, “વંદન કરે, વાત કરે એ વાયડા; ભજન કરે, ભક્તિ કરે, ભણે તે ભાયડા.” “શીલાદિસપ્તક” તેઓશ્રીને અત્યંત પ્રિય હતું. શીલ, સમતા, સેવા, સાદાઈસંતેષ, સ્વાધ્યાય આદિ શીલસપ્તકને જીવનમાં ઉતારવા બીજાને પણ પ્રેરણા આપતા. તેઓશ્રીના સ્વાધ્યાયફળ રૂપે “જેન પ્રવચન કિરણવલિ”, “દેશના ચિંતામણિ” ભાગ ૧ થી ૬, “શ્રાવકધર્મજાગરિકા ”, “સંગમાળા”, “કપૂરપ્રકારાદિ ”, “પ્રાકૃત સ્તોત્રપ્રકાશ” જેવા આશરે દેઢ ગ્રંથે ઉપલબ્ધ બન્યા છે, જેમાં કેટલાક તેઓશ્રીના રચેલા છે, તે કેટલાક સંપાદિત કર્યા છે, તે કેટલાક અનુદિત કર્યા છે. કહેવાય છે કે પૂ. આ. શ્રી પદ્મસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ મળતા ત્યારે કલાક સુધી જ્ઞાનગેષ્ટિ ચાલતી.
એવા એ જ્ઞાનગરવા સૂરિવર, સમર્થ શાસ્ત્રવેત્તા, આગમ-વિશારદ પૂજ્યવરે ૧૮ વર્ષની વયે દીક્ષા સ્વીકારી, પ૭ વર્ષને સુદીર્ઘ દક્ષા પર્યાય પાળી, ૭૩ વર્ષનું આયુષ્ય ભેગવી, આજીવન જ્ઞાનોપાસના દ્વારા સ્વજીવન અને જિનશાસનને ધન્ય બનાવી, અમદાવાદ મુકામે સં. ૨૦૨૮ના વૈશાખ વદ ને દિવસે સમાધિપૂર્વક સ્વર્ગગમન કર્યું. આગમશાને સામાન્ય જનસુલભ કરી આપવામાં આગ ફાળો આપનાર એ મહાજ્ઞાનીને કેટ કેટિ વંદના !
( સંકલનઃ “જેન પ્રવચન કિરણાવલિ માંથી સાભાર)
રજક,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org