________________
શ્રમણભગવંતો-૨ કરવામાં તેઓશ્રીની પ્રતિભા ઝળકી ઊઠી. મા શારદાની કૃપા વરસી હોય તેમ, તેઓશ્રીની કૃતિઓમાં સ્વાભાવિકતા, પ્રાસાદિકતા અને મનોરમતાના ગુણોને સમન્વય સધાયે. જ્ઞાને પાસના એટલી તીવ્ર હતી કે તપ-સાધનામાં લક્ષ આપી શકતા નહીં. છતાં, ગુરુભગવંતની પ્રેરણાથી ઉત્તરાધ્યયન, આચારાંગ આદિના ગદ્વહન કર્યા. પંચમાંગ શ્રી ભગવતીસૂત્રનાં યોગોદ્ધહન કરીને સં. ૧૯૮૨ના ફાગણ વદ પાંચમને દિવસે પાટણમાં ગણિપદથી અને બારશને દિવસે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૧૯૮૮માં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૧૯૨માં રાજનગર અમદાવાદમાં મહામહત્સવપૂર્વક આચાર્યપદથી વિભૂષિત થયા. આ પ્રસંગે તેઓશ્રીની અગાધ વિદ્વત્તા અને સમર્થ સાહિત્ય-સર્જનને લક્ષમાં લઈ “શાઅવિશારદ ” અને કવિદિવાકર ”ના બિરુદથી નવાજવામાં આવ્યા.
પૂજ્યશ્રીને જ્ઞાનયોગ અદ્દભુત હતે. રાતદિવસ લખવા-વાંચવામાં અને ચિંતન-મનનમાં જ નિમગ્ન રહેતા. કેટલોક સમય આગમો અને શાનું અધ્યયન એક યજ્ઞ માફક ચાલતું રહ્યું. એ ત્યાં સુધી કે આ શાસ્ત્રાને જાણવા જ્યાં ત્યાં શ્રાવકવર્ગ તત્પર રહેવા લાગ્યું. આ શ્રાવકે તપ અને ક્રિયાના આરાધકે તે હતા જ, પરંતુ આ આરાધનાઓ માત્ર શુષ્ક ક્રિયાઓ ન બની રહે, તેમાં જ્ઞાનની ચેતના વ્યાપી રહે એમ સૌ ઈચ્છતા હતા. તેઓને શાક્ત રીતે નવાં નવાં પ્રતિપાદને જાણવાની હોંશ પણ હતી. આવા શ્રાવકને દેશના આપવામાં ઉપરછલ્લી સમજણ ચાલી શકે તેમ ન હતી. તેથી સાધુવગે પણ સજ્જ થવાની ફરજ બની રહી. સાધુઓ પણ આ કાર્ય માટે ઉત્સુક બન્યા. અમદાવાદના શ્રી મણિલાલ રતનચંદ વકીલ એક શ્રાવકશ્રેષ્ઠ હતા. તેમણે જીવનનાં ૪૫ વર્ષ કાયમ એકાસણાં, તે પણ કામ ચૌવિહાર અને તેમાં પણ પાણી સહિત કુલ ત્રણ દ્રવ્યની છૂટવાળાં કર્યા હતાં. બાર વ્રતધારી તે હતા જ, પરંતુ એ બધા કરતાં વધુ મહત્ત્વની વાત એ હતી કે તેમની જ્ઞાનપિપાસા વધુ અદમ્ય હતી. સંસારી હોવા છતાં જીવનભર શાસ્ત્રાભ્યાસમાં રચ્યાપચ્યા રહેતા. તેમણે જીવનના અંત સમયે, જ્યારે દવાખાને લઈ જવામાં આવ્યા ત્યારે પણ, પિતાનાં વ્રત છોડ્યાં ન હતાં. આ શ્રાવકશ્રેષ્ઠ શ્રીસંઘ માટે એક ઉત્તમ અનુમોદના રૂપ બની ગયા હતા. આ શ્રાવકશ્રેષને પૂ. આ. શ્રી વિજય પદ્યસૂરીશ્વરજી મહારાજ સાથે ઘનિષ્ઠ સમાગમ હતું. તીવ્ર જ્ઞાને પાસનાના કારણે આ સંબંધ ગુરુશિષ્ય તુલનાએ વિકો. હંમેશાં મહારાજશ્રીના સાંન્નિધ્યે વાચન-મનન-ચર્ચા આદિ ચાલે. એક દિવસ આ ગૃહસ્થ પૂજ્યશ્રીને કહ્યું કે, અમને આગમો વાંચવાનો અધિકાર ભલે નથી, પણ સાંભળી તે શકીએ ને ! તો અમને આગામેની વાચના આપે; એને અર્થ સમજાવો, જેથી આ જિનશાસનની સાચી અને સાર્થક આરાધના કર્યાને અમને સંતોષ થાય. આ સંગ્રહસ્થની યોગ્યતા જોઈને આચાર્યશ્રીએ તેમની એ વાત સ્વીકારી અને ક્રમે ક્રમે ૩૯ આગમસૂત્રોનું અર્થઘટન શ્રી મણિભાઈને સંભળાવ્યું. સાથે સાથે ગુરુદેવશ્રીને વિચાર આવ્યું કે મણિભાઈ જેવા બીજા જિજ્ઞાસુઓ માટે પણ આગમનું જ્ઞાન પામવાની સુવિધા હોવી જોઈએ. એ માટે આગમિક ભાવોનું સરળ અને વિશદ વર્ણન આપતું કે ઈ પુસ્તક હોવું જરૂરી હતું. એના પરિણામ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org