________________
૨૪
શાસનપ્રભાવક
સંસ્મરણો વાગોળીને આંસુ સારતા રહ્યા. ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. ખંભાતના આંગણે એક મહાન આચાર્ય કાળધર્મ પામ્યાને પ્રસંગ લગભગ પહેલવહેલે જ છે એમ લેકે કહી રહ્યા હતા. ખંભાતના બધા જ ફિરકાના જેનેએ કામકાજ બંધ રાખ્યાં. સ્વર્ગસ્થની સ્મશાનયાત્રાની તૈયારીઓ થવા માંડી. વર્તમાનપત્રોમાં આ સમાચાર પ્રસિદ્ધ થવાથી પાટણ, અમદાવાદ, મુંબઈ, સુરત, પેટલાદ, બોરસદ વગેરે સ્થળોએથી અનેક માણસો સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં આવી પહોંચ્યા. બરાબર નવ વાગે સમશાનયાત્રા શરૂ થઈ. “જય જય નંદા, જય જય ભદ્રા’ના નાદથી આકાશ ગાજી ઊઠયું. સ્મશાનયાત્રા નિહાળવા આખું શહેર બહાર નીકળ્યું સૌએ પૂજ્યવરને શોકાતુર અંજલિ આપી. નવકારમંત્રની ધૂન સાથે, શહેરના મુખ્ય માર્ગો પર ફરીને, સ્મશાનયાત્રા સ્મશાનભૂમિ પર પહોંચી. અઢારે આલમમાં પૂજ્ય એવા આચાર્યદેવના નશ્વર દેહને અગ્નિસંસ્કાર થયે ત્યારે લાખો લેકેની આંખમાંથી શ્રાવણ–ભાદરે વહી રહ્યા. લાખ લાખ વંદન હજ એવા એ મહાન તિર્ધર આચાર્યશ્રીને!
(સંકલન : પંડિત છબીલદાસ સંઘવી.)
આગમોની સરળ વાચના આપનાર : સ્વાધ્યાયમગ્ન સમર્થ સૂરિવર :
પૂ. આચાર્ય શ્રી વિજયપઘ્રસૂરીશ્વરજી મહારાજ - પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપદ્રસૂરીશ્વરજી મહારાજ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ, તીર્થોદ્ધારક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજાના સમર્થ શિષ્યરત્ન પૈકી એક હતા. એટલું જ નહિ, શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં ગૌરવરૂપ હતા. તેઓશ્રીની જન્મભૂમિ જેનનગર તરીકે વિખ્યાત અમદાવાદ હતી. અમદાવાદમાં જાણીતી મનસુખભાઈની પોળમાં ધર્મશ્રદ્ધાથી પાવન પિરવાડ જ્ઞાતિમાં સં. ૧૫૫ના ચૈત્ર સુદ ૩ને દિવસે તેઓશ્રીને જન્મ થયે. જન્મનામ રાખ્યું પિપટલાલ. પિપટલાલે વ્યાવહારિક શિક્ષણ અમદાવાદમાં જ લીધું. પરંતુ પૂર્વના કે ઈ મહાન સંસ્કારને લીધે, જીવનની સુગમ પળે પૂ. શાસનસમ્રાટશ્રીને સમાગમ થયે. સંસારની અસારતા પૂજ્યશ્રીનાં વચને તેમનાં હૈયા સસરવા ઊતરી ગયાં. વૈરાગ્યભાવના દઢ બની. સંયમ સ્વીકારવાને સંકલ્પ કર્યો. અનેક વિધ ઊભા થયા. પરંતુ એ સર્વને તાબે ન થતાં સં. ૧૯૭૧ના માગશર વદ બીજને દિવસે તળાજા પાસે શેભાવડ ગામે દીક્ષા અંગીકાર કરી પોપટલાલ મુનિશ્રી પદ્મવિજયજી બન્યા.
સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ પૂજ્યપાદ ગુરુભગવંત શાસનસમ્રાટશ્રી પાવન છત્રછાયામાં અને બહેશત આચાર્ય શ્રીમદ્ વિજય સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં લાંબો સમય રહીને જ્ઞાને પાર્જન માટે ધૂણું ધખાવી. રાતદિવસ જોયા વગર એકધારું અધ્યયન કર્યું. વિદ્યાની વિવિધ શાખાઓનું ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક શાના પ્રકાંડ પંડિત બન્યા. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર એક સરખું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ગદ્ય અને પદ્યમાં રચનાઓ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org