________________
શ્રમણુભગવંતે-૨ ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં સંઘમાં જૂનાં–જામી ગયેલાં તટનાં પડ ઉખેડી પરસ્પર મૈત્રીભાવ પ્રગટાવ્યા. પૂજ્યશ્રીના જીવનમાં ત્રણ મુદ્દા ખાસ તરી આવતા :
(૧) પ્રાચીન હસ્તપ્રત સચવાય તે માટે કાળજી લેતા. (-) વૈરાગ્યને આધાર અને ચારિત્રની શુદ્ધિ પઠન-પાઠનને આભારી હોવાથી કેઈ પણ સાધુ કે સાધ્વીજી મહારાજ પઠનપાઠન વિના રહી ન જાય અને તેમને પૂરેપૂરી સગવડ મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરતા અને એ જ કારણે છેલ્લા શ્વાસ સુધી પિતાની નિશ્રામાં વાચના ચાલુ રખાવી હતી. (૩) ચારિત્રશીલ બહોળા સાધુસમુદાયની જરૂરને ધ્યાનમાં રાખી અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પિતાના હસ્તે ૪૫ થી ૫૦ મુનિરાજને દીક્ષા આપી છે. તેમાં શ્રી કસૂરસૂરિજી, યશભદ્રસૂરિજી, શુભંકરસૂરિજી, કુમુદચંદ્રસૂરિજી, ચંદ્રોદયસૂરિજી, કીર્તિચંદ્રસૂરિજી, સૂર્યોદયસૂરિજી વગેરે મુખ્ય છે. અને અન્ય પરિવારમાં પણ લગભગ બસો સાધુ-સાધ્વીજીને દીક્ષા, વડી દીક્ષા, પદપ્રદાન વગેરે આપ્યાં છે. આ પ્રભાવનાને પરિણામે સુરતમાં જ્ઞાનમંદિર, હસ્તપ્રતને સંગ્રહ, પૂ. સાધુ-સાધ્વીજીઓની અધ્યયનપ્રીતિ પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ. અને તેઓશ્રીના પરિવારમાં શાસનહિતચિંતક, જ્ઞાન, ધ્યાન, ત્યાગી, તપસ્વી, વક્તા, લેખક વગેરે રૂપે ઘણો મટે સમુદાય છે. જીવનમાં ડાળીને ઉપયોગ નહીં કરવાના નિશ્ચયને અડગપણે વળગી રહ્યા હતા. છ કલાકે માત્ર ચાર માઈલને વિહાર કરી શકતા ત્યારે પણ પિતાના નિશ્ચયમાં અટલ રહ્યા. એટલું જ નહિ, પિતાના નિર્ણયમાં ક્યારેય ચલિત થયા નથી.
તેઓશ્રી સં. ૧૯૮૭માં ઉપાધ્યાયપદવીથી અને સં. ૧૯૯૧ માં આચાર્યપદવીથી વિભૂષિત બન્યા. ૭૭ વર્ષની બુઝર્ગ વયમાં કે ૬૧ વર્ષના દીર્ઘ ચારિત્રપર્યાયમાં ક્યારેય તેઓશ્રીએ મૃત્યુનો ભય રાખ્યું નથી. કોઈ કઈ વખત, તપાસ કરતાં, ડાકટરોને પૂજ્યશ્રીની તબિયત ગંભીર લાગે અને ડોકટર એ બીજાને કહેતા હોય તે પિતે સંભળાવી દેતા કે એમાં બીજાને કહેવાની જરૂર નથી. અમે તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરનારા છીએ. છેલે સં. ૨૦૨૧નું ચાતુર્માસ ખંભાતમાં એશવાલ ઉપાશ્રયે બહુ જ આનંદપૂર્વક પૂરું કર્યા બાદ ત્યાં જ સ્થિર રહ્યા હતા. તે દરમિયાન સં. ૨૦૨ના ફાગણ વદ ૦))ના બપોરે ૧-૦ વાગે પહેલે એટેક આવતાં લકવાની અસર પૂરેપૂરી આવી જતાં, શ્રી દેવ-ગુરુ-ધર્મપસાયથી પછીના એક કલાકમાં સંપૂર્ણ સુધારે થઈ ગયે હતે. પણ, સં. ૨૦૨૨ના ચૈત્ર સુદ દશમને દિવસ અકાર બન્યું. તે દિવસે રાત્રે ૯-૧૧ મિનિટે ખંભાત મુકામે સવાલ ઉપાશ્રયમાં પૂ. વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજને આત્મા નશ્વર દેહ છોડી સ્વર્ગવાસી બન્યા. એક મહાન ગી-અવધૂતને તેજચમકાર એ કમનસીબ પળે વિલીન થઈ ગયે. એ મહાન વૈરાગીના હૈયામાં વૈરાગ્યને–ત્યાગને જે ઝણકાર હતે, સત્ય અને અહિંસાનો જે ચમત્કાર હતો તે વિલીન થઈ ગયે. ખંભાતના આંગણે આ મહાન જેનાચાર્યને દેહવિલય થયાના દુઃખદ સમાચારે સમગ્ર શહેરમાં સન્નાટ ફેલાઈ ગયે. શહેરના ખૂણે ખૂણેથી માનવમહેરામણ ઊમટ્યો. વાત્સલ્યમૂર્તિ મહારાજશ્રીના દેહ આગળ નવકારમંત્રની ધૂન જામી. બહારગામથી પણ લેકે આવવા લાગ્યા. સ્વર્ગસ્થને નતમસ્તકે અંજલિઓ અપાઈ રહી. આખી રાત્રિ દરમિયાન અસંખ્ય ભાવિકે એકત્રિત થતા રહ્યા. અનેક માણસો પૂજ્યશ્રી સાથેનાં
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org