________________
શ્રમણભગવત-૨ યથાનામ સાચે જ “અમૃત” (અમર) બન્યા તે શાસ્ત્રવિશારદ કવિરત્ન
પૂ. આચાર્યશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ
જૈન-જૈનેતર તીર્થધામેથી શોભતી સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર બોટાદ નામનું નગર છે. આ નગરમાં ધર્મિષ્ઠ પરિવાર તરીકે દેસાઈ ભવાન વસ્તાનું કુટુંબ પ્રખ્યાત હતું. એમના પુત્ર હેમચંદ ભવાનને ત્યાં શ્રી દિવાળીબહેનની રત્નકુક્ષીએ સં. ૧૯પરના મહા સુદ ૮ના શુભ દિને એક પુત્રને જન્મ થયો. પાંચ-પાંચ ભાઈઓ અને એક બહેનના લાડીલા આ લાલનું નામ પાડવામાં આવ્યું અમૃતલાલ. પૂર્વ ભવની પુણ્યાઈ અને કુટુંબના સંસ્કાર લઈને ઊછરતા અમૃતલાલ સાચે જ આ લેખમાં અમૃત-શા મધુર હતા. એમાં સં. ૧૯૬૬માં સૂરિસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે બોટાદને આંગણે પધાર્યા અને સકળ સંઘના અતિ આગ્રહને વશ થઈને બોટાદમાં ચાતુર્માસ માટે કૃપા દર્શાવી. શાસનસમ્રારશ્રીના પ્રથમ દર્શને જ અમૃતલાલ પર અને પ્રભાવ પાથરી દીધો. પિતાની જેમ જ પ્રભાવિત બનેલા નત્તમભાઈ લવજીભાઈ આદિ પાંચે મિત્રે વધુ ને વધુ સમય ગુરુસેવામાં ગાળવા માંડ્યા અને સંયમના રંગે રંગાવા માંડ્યા. દીક્ષા લેવા પાંચે મિત્રો તત્પર બન્યા, પરંતુ વડીલ તરફથી અનુમતિ નહિ મળતાં નિરાશ થયા. પરંતુ જેમને એક વાર વૈરાગ્યસુંદરીની અમીદષ્ટિ સાંપડી જાય તે શાંત બેસી શકે ? પાંચ મિત્રોમાંથી ભાઈ નરેમદાસે કુટુંબની અનુમતિ લીધા વિના જ દીક્ષા લઈ મુનિશ્રી નંદનવિજયજી નામ ધારણ કર્યું. એ જાણીને અમૃતલાલની અકળામણ ઓર વધી ગઈ. એમણે કાકા દ્વારા કુટુંબની બીજી રીતે સંમતિ માગી, કે તે ધર્મના અભ્યાસ અર્થે મહેસાણા જવા ઇચ્છે છે. સૌએ રાજીખુશીથી રજા આપી. અને અમૃતલાલ મહેસાણાને બદલે સીધા પહોંચ્યા જાવાલ (રાજસ્થાન) સૂરિસમ્રાટ પાસે. ત્યાં જઈ પૂજ્ય ગુરુભગવંતને પોતાની મનોકામનાથી અવગત કર્યા : સંયમ સ્વીકારવા અભિલાષા વ્યક્ત કરી. ગુરુદેવે તે પ્રથમથી જ આ રત્નને પારખી લીધું હતું. સં. ૧૯૭૧ના અષાઢ સુદ પાંચમને શુભ દિને દીક્ષા આપવામાં આવી. પૂ. ગુરુદેવે અમૃતલાલને સ્વશિષ્ય બનાવી મુનિશ્રી અમૃતવિજયજી નામે ઘોષિત કર્યા. કુટુંબીજનોને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ઘણું વ્યથિત થઈને ગુરુદેવ પાસે આવ્યા, પરંતુ મુનિશ્રીની સંયમનિષ્ઠા અને નિશ્ચયબળ જોઈને સૌ પ્રસન્ન અને સંતુષ્ટ થયા.
- ત્યાર પછી ગુરુદેવના વિનય શિષ્યરત્ન તરીકે તેઓશ્રીએ પિતાની પ્રતિભાને બહુમુખી વિકાસ સાધ્યું. તીવ્ર બુદ્ધિમત્તા, ચિત્તની એકાગ્રતા અને નિષ્કામ ગુરુભક્તિના પ્રતાપે તેઓશ્રી થોડા જ વખતમાં ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, વેદાંત, મીમાંસા, સાંખ્ય આદિ ઇતરશાસ્ત્રોમાં તેમ જ આગના તલસ્પર્શી અભ્યાસમાં પારંગત બન્યા. વિશાળ અભ્યાસ અને અનુપમ કવિત્વશક્તિથી વાણું વહાવવાની વિશેષતાને લીધે તેઓશ્રી ગુરુદેવના કૃપાપાત્ર બની ચૂક્યા હતા. તેથી સં. ૧૯૮૫માં મહુવા મુકામે પૂ. ગુરુદેવ દ્વારા ગોઠહન કરવાપૂર્વક તેઓશ્રીને ગણિ પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આગળ જતાં, સં. ૧૯૧ના જેઠ વદ ૧૨ને દિવસે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org