________________
શ્રવણ
૧
આમ એગ્ય અધિકાર મેળવી સમસ્ત વિષયને ઉપર બતાવેલી પદ્ધતિએ અભ્યાસ કરતાં કરતાં ગન્તવ્ય સ્થાને પહોંચાય છે. શ્રી કૃષ્ણ કહે છે તેમ અનેક જન્મના સંસ્કાર થયા પછી જ “પરા ગતિ પ્રાપ્ત થાય છે.* અને આ કાઠિન્યમાં જ એની ભવ્યતા છે. આ વિષયમાં યદ્યપિ છેવટની ફલસિદ્ધિ અત્યન્ત દૂર છે, તથાપિ જેટલો યત્ન થાય તેટલાનું અવાન્તર ફલ તે તત્કાલ થયા વિના રહેતું નથી. માટે અત્રે નિરાશા કે ઉતાવળ કે અલ્પસંતુષ્ટતા એ સર્વ સરખી રીતે અસ્થાને છે.
૩શ્રવણને ત્રીજો પ્રકાર વિશ્વમુખે શ્રવણ કરવાનો છે. વિશ્વમુખે શ્રવણ–એ જરા વિચિત્ર વિધિ જણાશે ખરે. પણ વસ્તુતઃ, સર્વ શ્રવણમાં પ્રાચીનમાં પ્રાચીન અને અર્વાચીનમાં અર્વાચીન શ્રવણ તે આ જ છે. આ પણું આદિ મહર્ષિઓથી આરંભી ક્રાઈસ્ટ બુદ્ધ મહમદ અને છેવટે વર્ડઝવર્થ જેવા કવિ પર્યન્ત આ શ્રવણને અંગીકાર થાય છે. આ શ્રવણનાં બે દ્વાર છેઃ (૧) બાઘ–પ્રકૃતિચિત્ર, અને (૨) આન્તર–હદયગુહ. પ્રાચીન ગ્રીસમાં હદયગુહા કરતાં પ્રકૃતિદ્વારા પરતત્ત્વનું વિશેષ શ્રવણ થયું હતુ; ગૌતમ બુદ્ધને હૃદયગુહામાં જ અલૌકિક મહિમા અનુભવાયો હતો, અને પાછળનું બૌદ્ધ તત્ત્વચિન્તન જતાં તે તે એટલે સુધી કે એ ગુહામાં સંભળાતા ધ્વનિનુ નિદાન એ ધ્વનિ અને ગુહા ઉભય કરતાં પર છે એ વાત બાજુપર રાખી એ ગુહાને, અને વધારે યોગ્ય રીતે કહીએ તે એ ધ્વનિને જ, પરતત્વને સ્થાને સ્થાપી દીધે. આપણું બ્રાહ્મધર્મમાં બાહ્ય અને આન્તર ઉભય અંશને સમાન સન્માન મળ્યું છે એ વાત પૂર્વે “આપણે ધર્મ” એ નામના લેખમાં સ્પષ્ટ કરી બતાવી છે. અત્રે એટલું જ કહેવું બસ થશે કે “ મા૨ ચત્ત” અને “ફાયનિત્થાત” એ બે બ્રહ્મસૂત્રને ગૂઢ આશય આ બે તત્ત્વ સૂચવવાનું જણાય છે કારણુવિચાર અને કર્તવ્યવિચાર એ બેમાં પરમાત્માનું શ્રવણ થાય છે. પણ વિચાર પર્યન્ત ન જતાં માત્ર વર્ડ્ઝવર્થ જેને “wise passiveness” કહે છે તેવી વિશુદ્ધ શાન્તિથી શ્રવણ કરવા તત્પર રહેવાય તે પણ એ શ્રવણ થયા વિના રહે નહિ. પરંતુ આ શ્રવણ લૌકિક શ્રવણેન્દ્રિયથી થઈ શકતું નથી. કવિ વઝવર્થ કહે છે તેમ
“ .it was audible, Most audible, then, when the fleshly ear, O’ercome by humblest prelude of that strain, Forgot her functions, and slept undisturbed," “જેવા નાસિતત ચત પર ગતિ”–. It.