________________
શ્રવણ
ચિન્તકે, કવિઓ, ધર્મપ્રવર્તિ અને બ્રહ્મવેત્તાઓની,–સંખ્યા ઘણું નથી;
અને ફક્ત તેમના, તેમ જ તેમને લગતા, મુખ્ય ગ્રન્થને જ અભ્યાસ કરવામાં આવે છે તેથી પ્રકૃત માર્ગમાં ઘણું સિદ્ધ થઈ શકે એમ છે.
સારી પેઠે લક્ષમાં રાખવાની બાબત પદ્ધતિ છે. શ્રવણનું પ્રયોજન મનન અને નિદિધ્યાસન છે એ વિચારતાં, શ્રવણ કેવી પદ્ધતિથી કરવું જોઈએ એ સમજાય છે. પ્રથમ તો આપણું મહાન વિષયમાં મુખ્ય અવાર વિષયો શા શા છે એ વિશે સ્પષ્ટ જ્ઞાન મેળવી લેવું જોઈએ; જેમકે જીવ (aઆત્મા), જગત્ ( આ) અને ઈશ્વર (તત–પરમાત્મા) એ રીતે. ત્યાર પછી એ પ્રત્યેક સંબધી શી શી બાબતનો ખુલાસો કરવાનો છે તેનું ગ્રહણ કરવું જોઈએઉદાહરણ તરીકે, આત્માનું સ્વરૂપ–અમર કે નશ્વર ? સ્વતન્ત્ર કે પરતન્ન? કર્તા કે અકર્તા ઇત્યાદિ. પછી એ ઉપર નીચેની ત્રણ પદ્ધતિઓને અનુસરી અધ્યયન થવું જોઈએ.
(૧) ઐતિહાસિક પદ્ધતિ (Historical Method),-એટલે તત્ત્વચિત્તનનો તથા બ્રહ્મવિદ્યા (ધર્મ) ને પ્રવાહ ભિન્ન ભિન્ન દેશમાં, કાળમાં,
અને અવાન્તર વિષય પર કેવી રીતે પ્રવર્યો છે એ ઐતિહાસિક દષ્ટિબિન્દુથી, કારણસહિત સમજવા યત્ન કરો. અર્થાત–ભરતખંડ ચીન એસી રિઆ ખાછીઆ પેલેસ્ટાઈને ઈજીપ્ટ રામ ગ્રીસ ઇત્યાદિ દેશવાર, બુદ્ધ ક્રાઈસ્ટ વ્યાસ શંકર આદિ મહાત્માઓના સમયવાર, તથા જ્ઞાન ભક્તિ કર્મ જડવાદ ચૈતન્યવાદ આદિ અવાન્તર વિષયવાર, પ્રકૃત વિષયનું સમગ્ર ઐતિહાસિક સ્વરૂપ ધ્યાનમાં લેવું. વિકાસ પણ ઐતિહાસિક ક્રમે જ ચાલતો હોવાથી વિકાસ (Evolution) પદ્ધતિને પણ અત્રે સમાવેશ થાય છે.
(૨) તેલન-પદ્ધતિ (Comparative Method): વિવિધ દેશનાં અને વિવિધ કાલનાં વિચારસ્વરૂપો સરખાવી જેવાં, જેમાંથી પછી મનન કરતાં સામાન્ય અને વિશેષ તર તારવી શકાય.
(૩) નિગમન–પદ્ધતિ (Deductive Method)-એટલે સ્વતંત્ર રીતે વસ્તુના મૂલ સ્વરૂપમાંથી જ પ્રસ્તુત વિષયમાં સિદ્ધાન્તો ઉપજાવી કાઢવાની પદ્ધતિ, જેને અનુસરવાથી તાત્ત્વિક અને આકસ્મિક અંશને ભેદ પાડી શકાય છે.* - આ પદ્ધતિ ખરું જોતાં મનનના અંગમાં પડે છે, પણ શ્રવણ અને મનન એક બીજા સાથે એવાં ગુંથાએલા છે કે એને અત્રે મૂકવામાં પણ કાંઈ અડચણ નથી. આ પદ્ધતિના ગ્રન્થો જેવા એ શ્રવણ છે.